Friday, April 26, 2024
Homeમોદીએ કહ્યું- અલવર ગેંગરેપ કેસને કોંગ્રેસે વોટબેન્કના કારણે છુપાવ્યો, અવોર્ડ વાપસી ગેંગ...
Array

મોદીએ કહ્યું- અલવર ગેંગરેપ કેસને કોંગ્રેસે વોટબેન્કના કારણે છુપાવ્યો, અવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમ છે?

- Advertisement -

ગાઝીપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાબર્ટ્સ ગંજ અને ગાઝીપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. સામ પિત્રોડાના નિવેદન પર ફરી અહીં તેમણે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું, પહેલાની સરકાર ‘થયું તો થયું’ના નિવેદન પર કામ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ અને તેના મહામિલાવટી દોસ્તોનો એક જ મંત્ર છે- થયું તો થયું. મોદીએ કહ્યું કે, અલવરમાં દલિત દીકરી સાથે ગેંગરેપની ઘટના થઈ અને કોંગ્રેસ સરકારે વોટબેન્ક માટે તેને છુપાવી. હવે અવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમ છે?

ગાઝીપુરથી ભાજપના મનોજ સિન્હા લોકસભાના ઉમેદવાર છે. રાબર્ટ્સ ગંજમાં એનડીએના સહયોગી અપના દળના પકૌડી લાલ મેદાનમાં છે. અહીં 19મી તારીખે સાતમા તબક્કાનું મતદાન છે.

ગરીબી નાબૂદ કરવા માટે આવ્યો છું અને આ જ મારી જાતી છે- મોદી

  • મોદીએ ગાઝીપુરમાં કહ્યું કે, રાજસ્થાનના અલવરમાં એક દીકરી સાથે ગેંગ રેપ થયો. પરંતુ કોંગ્રેસ સરકાર અને અહીંની પોલીસે આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો. વોટ બેન્ક માટે કોંગ્રેસ આવું કરવા માંગતી હતી. આ જ કોંગ્રેસની ન્યાય હકીકત છે.
  • મીણબત્તી લઈને નીકળનાર લોકો હતા. હવે તેમની મીણબત્તીમાંથી માત્ર ધૂમાડો નીકળે છે. હવે અવોર્ડ વાપસીવાળી ગેંગ ક્યા ગઈ? હવે તેઓ દીકરીના ન્યાય માટે આગળ કેમ નથી આવતા?
  • કોંગ્રેસ, સપા અને બસપાએ હંમેશા તેમના વિકાસ વિશે જ વિચાર કર્યો છે. કોંગ્રેસનો તો મૂળ મંત્ર જ આ છે- થયું તો થયું. ખેડૂત,ગરીબ અને યુવાન પરેશાન થતાં રહે પરંતુ આમનો મંત્ર નહીં બદલાય. તમે અમને 2014માં મોકો આપ્યો અને અમે ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ કરી બતાવ્યો.
  • વડાપ્રધાને કહ્યું- મારો જનમ ગરીબીમાં થયો છે અને હું ગરીબી નાબુદ કરવા માટે જ આવ્યો છું. જે લોકો મારી જાતીનું સર્ટિફિકેટ માંગે છે તેમને હું કહેવા માંગુ છું કે, મારી જાત જ ગરીબી છે.

માત્ર પરિવારનું હિત વિચારનાર લોકોનું અભિમાન બોલે છે કે, ‘થયું તો થયું’- મોદી

  • રાબર્ટ્સ ગંજમાં મોદીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પહેલાની સરકારમાં ઈચ્છા શક્તિ ઓછી હતી. તેમની અંદર આકરા નિર્ણય લેવાની ક્ષમતા નહતી. પહેલાની સરકારે જે થયું તે થયુંના વલણ પર કામ કર્યું છે.
  • મોદીએ કહ્યું કે, આટલો ભ્રષ્ટાચાર, લાખો-કરોડોના કૌભાંડ, આકાશે અડતી મોંઘવારીથી લોકો પરેશાન થઈ ગયા હતા. દેશ કૌભાંડોથી ઘેરાઈ ગયો હતો. સમગ્ર દુનિયામાં દેશનું નામ બદનામ થઈ ગયું હતું. પરંતુ તે લોકો કહેતા રહ્યા કે- જે થયું તે થયું.
  • સત્તાની ગલીઓમાં દલાલોએ કબજો કરી લીધો છે. રિમોર્ટ કંટ્રોલથી ચાલતી સરકાર દેશને આગળ વધારવાના ન લઈ શક્યા. કોંગ્રેસે દેશના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.દેશની આશાઓ તોડી નાખી અને કહ્યું- જે થયું તે થયું. તેમના માટે રાષ્ટ્ર હિતની જગ્યા પરિવારનું હિત વધારે મહત્વનું છે. તેમનું અભિમાન જ આ બોલે છે કે, જે થયું તે થયું.
  • હવે જનતા જાગી ગઈ છે. હવે તેઓ આ અભિમાનને ઓળખી ગયા છે. સપા-બસપા ગઠબંધન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ જે પણ વાત કરે છે તેમાં સૌથી પહેલી વાત હોય છે મોદીને ગાળો આપવી. સપા-બસપા જેમણે પહેલાં યુપીને બરબાદ કર્યું અને હવે પોતાની જાતને બચાવવા માટે એકબીજાના ગળે લાગી રહ્યા છે. જે પહેલાં એક બીજાને જેલ મોકલવા માંગતા હતા તેઓ આજે હવે એકબીજાને મહેલોમાં મોકલવા માંગે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular