Friday, March 29, 2024
Homeમોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, આતંકીઓની હવે ખેર નહીં, NIAના હાથ થયા...
Array

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, આતંકીઓની હવે ખેર નહીં, NIAના હાથ થયા વધુ લાંબા

- Advertisement -

કેન્દ્રીય કેબિનેટે સોમવારના રોજ દેશ અને વિદેશમાં આતંકી મામલાની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને વધુ મજબૂત બનાવા માટે 2 કાયદાને સંશોધિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ગેરકાયદે ગતિવિધિ (રોકથામ) કાયદામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે, તેનાથી આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકી જાહેર કરી શકશે. ત્યાં એનઆઇએ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. જેથી કરીને એજન્સીને વધુ સશક્ત બનાવી શકાય. આ સંશોધન બાદ એજન્સી ભારતની બહાર પણ ભારતીય નાગરિકો કે તેમના હિતોને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં કેસ નોંધાવી શકે છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (સંશોધન) બિલ આવ્યા બાદ એ કેસોના વિસ્તાર વધારાશે જેની એજન્સી તપાસ કરી શકે છે. એનઆઇએ એક્ટમાં કેટલાંય નવા ગુના ગુનાઓને પણ જોડી રહ્યા છે. તેમાં માહિતી આઇટી એકટ, 2000ની કલમ 66ની અંતર્ગત નોંધાયેલા સાઇબર ટેરરિઝમની સાથો સાથ કલમ 370 અને 371ની અંતર્ગત આવનાર માનવ તસ્કરી સાથે સંબંધિત આઇપીસી ગુનેગાર પણ સામેલ છે, જેમાં મોટાભાગે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય લિંક હોય છે. એનઆઇએ કાયદા અને ગેરકાયદે ગિતિવિધિ (રોકથામ) કાયદાને સંશોધિત કરવા માટે આવનારા થોડાંક દિવસમાં સંસદમાં અલગ-અલગ બિલ લવાશે.

NIA (સંશોધન) બિલના ડ્રાફ્ટ પ્રમાણે એજન્સીના મતે એજન્સીને કોઇ રાજ્યમાં સર્ચ માટે ટોચના પોલીસ અધિકારીની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. જો કે એનઆઇએને અત્યારે પણ તપાસ પહેલાં કોઇની પાસેથી મંજૂરી લેવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાની આશંકા ના હોય. ગેરકાયદે ગિતિવિધિ (રોકથામ) કાયદામાં પ્રસ્તાવિત સંશોધનથી સરકાર આતંકવાદ સાથે જોડાયેલા લોકો (લશ્કર-એ-તૈયબા સરગના હાફિઝ સઇદ અને જૈશ-એ-મોહમ્મદ સરગના મસૂદ અઝહર)ને આતંકી જાહેર કરી શકશે. અત્યારે માત્ર સંગઠનોને ‘આતંકી સંગઠન’ જાહેર કરી શકતું હતું.

બીજા એક પ્રસ્તાવિત સંશોધન એનઆઇએ કોર્ટના એક જજને તેમના નામની જગ્યાએ તેમના પદ પરથી નામિક કરવાની સુવિધા અપાય છે. કોઇ વ્યક્તિને ‘આતંકવાદીઓના લિસ્ટ’માં સામેલ કરવા તેના પર ટ્રાવેલ બેન લગાવામાં મદદ મળી છે અને આવા લોકોના ફંડ અને બાકી સુવિધાઓ સુદ્ધાં સીમિત પહોંચે છે. ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના માપદંડ પ્રમાણે સભ્ય રાષ્ટ્રોના કાયદા, સંયુકત રાષ્ટ્રના કાયદાના અનુરૂપ હોવા જોઇએ જેમાં વ્યક્તિઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની જોગવાઇ હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular