Saturday, April 20, 2024
Homeમોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, સસ્તુ થવા જઇ રહ્યું છે...
Array

મોદી સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, સસ્તુ થવા જઇ રહ્યું છે PNG અને સમગ્ર કુકિંગ ફ્યૂલ્સ

- Advertisement -

આગામી સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર જનતાને એક મોટી રાહત આપરવાની તૈયારી કરી રહી છે. હાલના સમયમાં માત્ર એલપીજી અને કેરોસિન પર જ સરકારી ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એની સાથે સાથે પાઇપથી પૂરી પાડવામાં આવતા રસોઇ ગેસ એટલે કે પીએનજી અને બાયોગેસ પર પણ સબ્સિડી આપી શકે છે. એનાથી ખાવાનું બનાવવા માટે કોઇ પણ ઇંધણનો ઉપયોગ કરનાર ગ્રાહકોને લાભ મળશે.

થોડાક દિવસો અગાઉ નીતિ આયોગે કુકિંગ સબ્સિડીને લઇને એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો, જેને સરકાર પોતાના એજન્ડામાં જગ્યા આપી શકે છે. ગત વર્ષે પણ નીતિ આયોગે એના માટે પેટ્રોલિયમ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે એવી સબ્સિડી આપવાની જરૂર છે જેમાં તમામ પ્રકારના કુકિંગ ફ્યૂલ્સની સબ્સિડીને પણ સીધા બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવાની યોજના છે.

હાલ મંત્રાલય આ સબ્સિડી પર આવનાર ખર્ચનું અનુમાનમાં લાગેલી છે. સરકારે 2018 19માં એલપીજી સબ્સિડી માટે 20,000 કરોડ રૂપિયાની જોગાનઇ કરી છે, જ્યારે કેરોસિન માટે 4500 કરોડ રૂપિયાની રકમ નક્કી છે. નીતિ આયોગનો એવો વિચાર છે કે એક જ સેક્ટરમાં અલગ અલગ પ્રકારની સબ્સિડી હોવી જોઇએ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular