Thursday, April 18, 2024
Homeમોદી સરકાર 8 ફેબ્રુઆરી સુધી સસ્તામાં સોનું ખરીદવાની આપી રહી છે તક
Array

મોદી સરકાર 8 ફેબ્રુઆરી સુધી સસ્તામાં સોનું ખરીદવાની આપી રહી છે તક

- Advertisement -

સરકાર તમને સસ્તામાં સોનું ખરીદવાનો મૌકો આપી રહી છે. સરકારની ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ થવાની છે. ખાસ વાત એવી છે કે, સરકાર તમને આ ખરીદેલા ગોલ્ડ પર વ્યાજ આપશે. સરકારે રિઝર્વ બેંકની સાથે સલાહ લીધા પછી Gold Bond Scheme જારી કરી છે. આ માટે 4-8  ફેબ્રુઆરી સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે. જો તમે પણ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. ખાસ વાત એવી છે કે, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર તમને વ્યાજ મળશે. આ સિવાય ઓનલાઇન ખરીદી પર સરકાર 50 રૂપિયાની છૂટ આપશે. જાણો આ સ્કીમ વિશે વિસ્તારથી…

કઇ રીતે નક્કી થશે કિંમત:

ભારત બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડની તરફથી પાછલા 3 દિવસમાં 999 પ્યૉરિટીવાળા સોનાની કિંમતોના આધાર પર આ બોન્ડની કિંમત રૂપિયામાં નક્કી થશે. સ્કીમની હેઠળ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 2.5%નું વાર્ષિક વ્યાજ મળશે. તમને જણાવી દઇએ કે વર્તમાનમાં સોનાની બજાર કિંમત 3444 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જ્યારે આ સ્કીમ હેઠળ ખરીદી કરવાની કિંમત 3326 રૂપિયા દસ ગ્રામ હશે.

અહીંયાથી ખરીદો સોનું:

આ બોન્ડ્સ તમે બેંકો, સ્ટોક હોન્ડીન્ગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, પ્રમાણિત પોસ્ટ ઓફિસ તથા માન્યતા પ્રાપ્ત શેરબજારો- નેશનલ સ્ટોક એક્સચેન્જ તથા બીએસસી દ્વારા મેળવી શકો છો.

આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વિટ કરીને રોકાણકારોને જણાવ્યું છે કે, જો તમે ઓનલાઇન સપ્લાય કરો છો અને ડિજિટલ પેમેન્ટ કરો છો તો આ બોન્ડ ઉપર તમને રૂ. 50ની છૂટ મળશે. કેન્દ્ર સરકાર પહેલાથી જ ડિજિટલ પેમેન્ટને લઇને કેમ્પન ચલાવી રહી છે. લોકોને ડિજિટલ પેમેન્ટ ઓપ્શન પસંદ કરવાનું કહેવામાં આવે છે. એવાં હવે ગોલ્ડ બોન્ડથી આપનારી છૂટમાં લોકોને ડિજિટલ ફ્રેન્ડલી બનાવવો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કેમકે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે તો આ માટે ઇન્વેસ્ટર ઓનલાઇન પેમેન્ટ કરવું યોગ્ય રહેશે.

આ યોજનાની શરૂઆત નવેમ્બર, 2015માં થઇ હતી. જેનો ઉદેશ સોનાની માંગ ભૌતિક સ્વરૂપે ઓછી કરીને સોનાની ખરીદી ઓછી કરી તેનો ઉપયોગ બોન્ડ મારફતે ઘરેલુ બચત મારફત નાણાકીય બચત માટે કરવાનો હતો. ઘરમાં સોનુ ખરીદી રાખવાને બદલે જો તમે ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ માં રોકાણ કરશો તો તમને ટેક્સમાંથી પણ બચત કરી શકો.

આ ગોલ્ડ બોન્ડ ખરીદવાના ફાયદા:

‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ સોનાની કિંમત માર્કેટ સાથે જોડાયેલી છે. જો બજારમાં સોનાના ભાવ બજારમાં વધે તો તમારું રોકાણ આપોઆપ ઉપર જશે. ગોલ્ડ ઈટીએફ ની સરખામણીએ અહીં તમારે વાર્ષિક દરે કોઈ વધારે ચાર્જ પણ ચૂકવવા નહિ પડે.

કેપિટલ ગેન ટેક્સની થશે બચત:

બોન્ડની કિંમતો સોનાની કિંમતોની અસ્થિરતા પર નિર્ભર કરે છે. જો સોનાની કિંમતો ઘટે તો ગોલ્ડ બોન્ડ ઉપર નકારાત્મક વળતરનો સામનો કરવો પડે. આ અસ્થિરતા ઓછી કરવા માટે સરકાર લાંબી અવધિના બોન્ડ જારી કરી રહી છે. જેમાં રોકાણની મુદત 8 વર્ષની છે, પરંતુ તમે 5 વર્ષમાં તમારા પૈસા પાછા મેળવી શકો છો અને આ 5 વર્ષમાં પૈસા કાઢતી વેળા ‘કેપિટલ ગેન ટેક્સ’ પણ લગાવાશે નહિ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular