Friday, April 26, 2024
Homeગુજરાતમોરબી દુર્ઘટના : ઓરેવાના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું

મોરબી દુર્ઘટના : ઓરેવાના માલિક જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું

- Advertisement -

મોરબી દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓરેવા ગ્રુપના માલિક અને આરોપી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો છે. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે. સમારકારની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીમાં હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું છે. સામે પક્ષે ચાર્જશીટમાં જયસુખ પટેલ નજીકના ભવિષ્યમાં ન મળે તેનો પણ ઉલ્લેખ કરાયો છે.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular