Friday, March 29, 2024
Homeયુઝર્સ ગૂગલ મેપ્સ પર હવે એક ક્લિકથી રેસ્ટોરાંની ફેમસ વાનગી જાણી શકશે
Array

યુઝર્સ ગૂગલ મેપ્સ પર હવે એક ક્લિકથી રેસ્ટોરાંની ફેમસ વાનગી જાણી શકશે

- Advertisement -

ગેજેટ ડેસ્ક: ગૂગલ મેપ્સના નવ ફીચરમાં હવે રેસ્ટોરાં ની લોકપ્રિય માહિતી વિશે જાણી શકાશે. આ નવા ફીચરનું નામ ‘પોપ્યુલર ડિશીઝ’ છે. ફીચરના ઉપયોગથી તમે ગૂગલ મેપ પર કોઈ પણ રેસ્ટોરાંનાં મેનૂની ફેમસ વાનગી જોઈ શકશો. આ ફીચર દ્વારા યુઝર્સને જમવાની વાનગી પ્રમાણે રેસ્ટોરાંને સિલેક્ટ કરવી સરળ બનશે.

ગૂગલ મેપ્સનું નવું ફીચર લર્નિંગ અલ્ગોરિધમ પર કામ કરે છે. વાનગીના નામ સાથે તેનો ફોટો પણ એપ પર દેખાશે. હાલ પૂરતું આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યુઝર્સના ફોનમાં જ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં આઈઓએસના યુઝર્સને પણ આ ફીચરનો લાભ મળશે.

આ રીતે થશે લાભ
જો તમે કોઈ બીજા દેશમાં છો અને તમને ત્યાંની ભાષા નથી આવડતી તો આ ફીચર તમારી ભાષામાં વાનગી યાદી બતાવશે. ‘યેલ્પ’ એપ પર પણ આ સુવિધા ઘણા સમયથી પહેલાં આપવામાં આવી હતી. ગૂગલ મેપ્સ પર પણ આ સુવિધા આવી જતાં ‘યેલ્પ એપ’ની તેની સાથે સ્પર્ધા થઈ શકે છે. ગયા વર્ષે ગૂગલે એપને યુઝર્સ માટે વધારે ફ્રેન્ડલી બનાવવાની ઘોષણા કરી હતી. આ આ વાતને ધ્યાનમાં રાખીને તેણે એપ પર નવા ફીચર ઉમેર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular