Friday, April 19, 2024
Homeયુરોપના ગ્રીસ ખાતે યોજાનારી મિસિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલમાં વ્યારાની મહિલા પસંદગી
Array

યુરોપના ગ્રીસ ખાતે યોજાનારી મિસિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલમાં વ્યારાની મહિલા પસંદગી

- Advertisement -

વ્યારાઃમિસસ ઇન્ડિયા વલ્ડ વાઈડનું ઓડિશન મુંબઈ ખાતે રાખવાં આવ્યા હતું. આ ફાઇનલ સ્પર્ધામાં દેશ -વિદેશમાંથી અંદાજિત 15 હજાર જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતી ડિમ્પલ પંચાલએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું.હવે ડિમ્પલ પંચાલ યુરોપ ના ગ્રીસ ખાતે ફાઈનલ સ્પર્ધા માં ભાગ લેશે

પતિએ સાથ આપ્યો

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપૂરા અને હાલ વ્યારા નગર ખાતે રહેતા ડિમ્પલબેન હેમન્તભાઈ પંચાલ એમના પતિ અને પુત્રીઓ સાથે રહે છે અને છેલ્લા 18 વર્ષ બ્યુટીપાલર વ્યવસાય સાથે સંકળાયેલા છે. નાનપણથી કેટવોક અને ફેશન પ્રત્યે તેમાં લગાવના કારણે તેઓ તે દિશા તરફ આકર્ષાયા હતા. વર્ષ 1993માં ડિમ્પલબેનના લગ્ન કપૂરના હેમન્તભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ તેમના શોખમાં હેમન્તભાઈ એ પૂરતો સહકાર આપ્યો હતો.

વિવિધ સ્પર્ધાઓ જીતી

વર્ષ 2010માં સુરત ખાતે મિસિસ ગુજરાત સ્પર્ધામાં તેમને ભાગ લીધો હતો અને ટોપ ફાઈવ માં સ્થાન મેળવ્યું હતું. જે સફળતા બાદ ફેબ્રુઆરી 2019 માં મુંબઈ ખાતે હૉટમોર્ડ મિસસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2019 માં તેમને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. મુંબઈ સહીત દેશ અને વિદેશના 15000 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં 172 મહિલા સ્પર્ધકોને ફાઇનલમાં ભાગ લેવાની મંજૂરી મળી હતી. જે પૈકી આ દિશામાં વધુ સફળ બનવા માટે તૈયારી કરી દીધી હતી.જે માટે આગ્રા ખાતે ઓરીએટેશન અને ગ્રૂમિંગ સેશન રાખવામાં આવ્યા હતાં. તાજમહલ પાસે ફોટોસેશન અને વીડિયો શૂટ સહીત ગ્રૂમિંગ સેશન દ્વારા અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું. જેના પગલે આવનાર ઓક્ટોબરમાં ડિમ્પલ બેન ગ્રીસ ખાતે યોજાનારી સ્પર્ધા હૉટમોર્ડ મિસસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2019 ફાઇનલની તૈયારીમાં જોડાઈ ગયા છે.

આત્મ વિશ્વાસથી આગળ વધી શકાયઃ ડિમ્પલ

જીવન માં કઈ કરવું જ હોય તો નાનકડા ગામ ,ઉમર ,લગ્ન ,બાળકો કે વધારે મોટી ડિગ્રી ન હોવું આ બધું કઈ જ આડે નથી આવતું .તમારો આત્મવિશ્વાસ,ધગશ , અને જીવન માં પડકાર ને સ્વીકારવાની હિંમત તમારા સપના ને હકીકત માં ફેરવી શકે છે.- ડિમ્પલબેન પંચાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular