Friday, March 29, 2024
Homeરસોઈની રાણીઓ પતંગોત્સવની મઝા માણવા ધાબે રહેજો કારણ કે ઉંધીયુ તો….
Array

રસોઈની રાણીઓ પતંગોત્સવની મઝા માણવા ધાબે રહેજો કારણ કે ઉંધીયુ તો….

- Advertisement -

ઉત્તરાયણ આવે એટલે દરેકના મનમાં ઉંધિયુનો ખયાલ તો જરૂરથી આવે. ગુજરાતીઓની ઓળખ ગણાતું અને ઉત્તરાયણમાં ભૂલ્યા વગર ખવાતુ એવું ઉંધિયાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. ઉંધિયુ ખાવું જેટલું ગમે છે તેના કરતા વધુ સમય અને મહેનત તે બનાવવામાં લાગે છે માટે પતંગ ચગાવવાના શોખિન મહેનત ન કરવી પડે માટે બજારમાં મળતું તૈયાર ઉંધિયુ લાવી દે છે. પરંતુ આજે તમને એમે એવી રેસિપી બતાવવા જઈ રહ્યા છીએ જે બનાવવામાં તમારે મહેનત પણ ઓછી કરવી પડશે અને સમય પણ ઓછો લાગશે અને સાથે જ તમે ઘરના સ્વાદિષ્ટ ઉંધિયાની મજા પણ માણી શકશો. તો રાહ જોયા વગર ફટાફટ નજર કરી લો રેસિપી પર….

સામગ્રી :

  • આદુ મરચાનું પેસ્ટ એક ચમચી
  • પાપડી- 500 ગ્રામ
  • રતાળુ- 250 ગ્રામ
  • શક્કરિયા 250 ગ્રામ
  • લીલી તુવેર-200 ગ્રામ
  • બટાકા -250 ગ્રામ
  • લીલા ધાણા 100 ગ્રામ
  • લીલુ લસણ – 50 ગ્રામ
  • ધાણાજીરુ – બે ચમચી
  • ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો
  • ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન
  • વાટેલા તલ 50 ગ્રામ
  • લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ
  • 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ
  • બે ચમચી ખાંડ
  • એક ચમચી અજમો
  • અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો

રીત :

એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

મુઠિયા બનાવવાની રીત

250 ગ્રામ કણકી કોરમાની અંદર બે ચમચી દહી, ખાંડ, મીઠુ, આદુ-લસણ-લીલા મરચાનું પેસ્ટ બે ચમચી અને 200 ગ્રામ કોઈ પણ શાક છીણીને (દૂધી, કોબીજ, મેથી) કે ઝીણું સમારીને નાખી દેવુ, અને તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો. લોટ નરમ હોવો જોઈએ. આ લોટના મુઠિયા વાળી તેને વરાળમાં બાફી લેવા. અને બફાયા પછી ઠંડા કરીને કાપી લેવા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular