Friday, April 19, 2024
Homeરાજકોટમાં ઉમેદવાર ભાજપમાં જતા કોગ્રેસનું સ્ટિંગ, મહિલા સાથેના સબંધને લઈ BJPએ બ્લેકમેઇલ...
Array

રાજકોટમાં ઉમેદવાર ભાજપમાં જતા કોગ્રેસનું સ્ટિંગ, મહિલા સાથેના સબંધને લઈ BJPએ બ્લેકમેઇલ કર્યો હતો

- Advertisement -

રાજકોટ: રાજકોટ વોર્ડ નં. 13ની પેટાચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર નરસી પાટોડિયાએ ફોર્મ પરત ખેંચી ભાજપ માં ભળી ગયા હતા. જેને લઇને કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે કરેલા સ્ટિંગની માંહિતી આપવામાં આવી હતી. સ્ટિંગ સિડીમાં પોટાડીયાએ કબૂલ્યું હતું કે, ભાજપના નેતાઓએ મહિલા સાથેના સંબંધોને લઇને દબાણ લાવીને ફોર્મ પાછું ખેંચાવ્યું હતું. જો ફોર્મ ખેંચવામાં ન આવે તો મહિલા સાથેના સંબંધોની વીડિયો સીડી જાહેરમાં બહાર પાડવાની હોવાની ભાજપે ધમકી આપી હતી.

નરસી પાટોડીયાને સ્કૂલની મહિલા સાથે 7 વર્ષથી સંબંધ હતા

નરસી પાટોડીયાને સ્કૂલની રસીલા નામની મહિલા સાથે છેલ્લા 7 વર્ષથી સંબંધો હતા. આથી મહિલા સાથેના સંબંધોને જાહેરમાં લાવી નરસી પાટોડીયાને ખુલ્લો કરવા ભાજપે દબાણ કર્યું હતું. આથી નરસી પાટોડીયાએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભળ્યા હતા. જો પાટોડીયા ભાજપમાં ન ભળે તો તે મહિલાને તેની વિરૂદ્ધ ઉભી કરી તેને બદનામ  કરી નાખવાની વાત ભાજપે કરી હતી. નરશી પાટોડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જાહેર કરેલી સીડી સાબિત નહીં થાય તો બદનક્ષીનો દાવો કરીશ. મારા પર ભાજપનું કોઇ દબાણ નથી પરંતુ કોંગ્રેસ ખોટું દબાણ કરી રહ્યું છે.

27 મિનિટનું સ્ટિંગ કરી પર્દાફાશ કરવામાં આવ્યો

નરસી પાટોડીયાને ભાજપ દ્વારા દબાણ કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ પર્દાફાશ રાજકોટ શહેર કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અશોક ડાંગર દ્વારા કરવામાં આવ્યો છે. 27 મિનિટનું સ્ટિંગ કરી પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ પર્દાફાશ અંગે પાટોડીયાએ સ્પષ્ટતા કરી હતી. વોર્ડ નં.13ના કોર્પોરેટરના પતિ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાટોડીયા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હતા. પાટોડીયાને ભાજપમાં ભેળવી કોંગ્રેસને ઉમેદવાર વિહિન ભાજપે બનાવી દીધી છે.

ભાજપ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે

પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે 1 વાગે દક્ષિણ મામલતદાર કચેરીએ 350 કર્મચારીને ઇવીએમ સહિતની સામગ્રી આપવામાં આવશે. 27 જાન્યુઆરીના રોજ 50 મતદાન મથક પર 55820 મતદારો મતદાન કરશે. 29 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાખી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે પેટાચૂંટણી યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular