Thursday, April 18, 2024
Homeરાજનાથ સિંહ પાસેથી લઈ અમિત શાહને ગૃહ ખાતું આપવાનું આ છે મોટું...
Array

રાજનાથ સિંહ પાસેથી લઈ અમિત શાહને ગૃહ ખાતું આપવાનું આ છે મોટું કારણ

- Advertisement -

ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ પાસેથી ગૃહ મંત્રાલય સરકીને અમિત શાહને પાસ પહોંચી ગયું છે. શુક્રવારે કરાયેલા મંત્રાલયની વહેંચણીમાં રાજનાથ સિંહની જગ્યાએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયની કમાન સોપી છે.

ગૃહ મંત્રાલય વિશે એવું કહેવામાં આવે છે કે તેનો હવાલો મળવાનો એટલે કે સરકારમાં નંબર બેની હેસિયત. એમ તો મંત્રીઓની સૂચીમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહનું નામ આવે છે. પરંતુ એમને સૌથી શક્તિશાળી માનવામાં આવતું ગૃહ મંત્રાલયની જગ્યાએ રક્ષા મંત્રાલય મળ્યું છે.

ગુરુવારે મંત્રીઓના શપથ લેવાના ક્રમે પણ સસ્પેન્સ બનાવી રાખ્યું હતું. રાજનાથ સિંહે 2014ની જેમ પીએમ મોદી બાદ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. માનવામાં આવી રહ્યું હતું કે એમણે બીજી વાર ગૃહમંત્રી બનશે. ત્યારે અમિત શાહના ત્રીજા સ્થાન પર શપથ લેવાથી તેમના નાણામંત્રી બનવાની અટકળો હતી. પરંતુ શુક્રવારે જ્યારે મંત્રાલયની વહેંચણી થઇ તો નંબર ત્રણ પર શપથ લેનાર બીજેપી અધ્યક્ષ અમિત શાહની પોઝિશન નંબર બે પર આવી ગઇ છે. તેની સાથે વધુ એકવાર પીએમ મોદીએ ચોંકવાનાર નિર્ણય લીધો છે.

કેન્દ્રમાં ‘ગુજરાત મોડલ’

આપને જણાવીએ કે અમિત શાહને ગૃહમંત્રી બનવાનો પહેલાથી જ અનુભવ છે. એમણે આ પહેલા પોતાના ગૃહ રાજ્ય ગુજરાતથી ગૃહમંત્રી હતા. મૂળ વાત એમ છે કે ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને ગૃહમંત્રી બનાવ્યા હતા. એ 2003થી 2010 સુધી આ પદ પર રહ્યા હતા. આ પ્રકારે જોવા જઇએ તો હવે કેન્દ્રમાં અમિત શાહ એ ભૂમિકામાં આવી ગયા છે. જે ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે.

અમિત શાહનું રાજનીતિક કરીયર

બીજેપી અધ્યક્ષ અમિત શાહના રાજનીતિક કરીયરની વાત કરીએ તો એમણે પાંચ વાર વિધાયક રહી ચુક્યા છે. ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠકથી ચાર વાર ક્રમશ, 1997(પેટા ચૂંટણી), 1998, 2002 અને 2007થી વિધાયક બન્યા હતા. જ્યારે 2012માં નારણપુરા વિધાન સભા બેઠક પરથી જીત્યા હતા. જ્યારે 2014માં રાજનાથ સિંહના મોદી સરકારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બાદમાં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા. આ વખતે 2019ની લોકસભા ચૂટણીમાં તેમને ગાંધીનગર બેઠક પરથી સાડા પાંચ લાખથી વધુ મતથી વિજય મેળવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular