Thursday, April 18, 2024
Homeરાહુલ ગાંધીએ તેમની પરંપરાગત બેઠક અમેઠી પરથી નામાંકન દાખલ કર્યું
Array

રાહુલ ગાંધીએ તેમની પરંપરાગત બેઠક અમેઠી પરથી નામાંકન દાખલ કર્યું

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભાની ચૂંટણી માટે તેમની પરંપરાગત બેઠક અમેઠીમાંથી નામાંકન દાખલ કરી દીધું છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, માતા સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા સાથે હાજર રહ્યાં હતા.

રાહુલ ઉમેદવારી પત્રક ભરતા પહેલા અમેઠીમાં રોડ શો પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ મુંશીગંજથી ગૌરીગંજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો.

અમેઠી બેઠક કોંગ્રેસનો ગઠ માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને એક લાખ મતના માર્જિનથી હરાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 15 વર્ષથી રાહુલ ગાંધી અમેઠી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ વખતે રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી બાદ અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાની પણ રાહુલને ટકર આપવા ઉમેદવારી પત્રક ભરવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular