Thursday, April 18, 2024
Homeરાહુલ ગાંધીએ બોલાવી સાંજે દિગ્ગજ નેતાઓની બેઠક
Array

રાહુલ ગાંધીએ બોલાવી સાંજે દિગ્ગજ નેતાઓની બેઠક

- Advertisement -

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટોચના નેતાઓ પર વરસ્યા છે. રાહુલ ગાંધી હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર અડગ છે. ત્યારે પાર્ટી નેતાઓ દ્વારા તેમને મનાવવાની કોશિશ પણ કરવામાં આવી છે. સવારથી જ તેમના આવાસ પર હલચલ તેજ થઇ ગયી છે.

પોતાના નિર્ણય ન બદલવા પર અડગ રાહુલ ગાંધીએ સાંજે 4 વાગ્યે પોતાના આવાસ પર મોટા નેતાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં રાજસ્થાનમાં ચાલી રહેલી રાજનીતિક ઘટનાક્રમ પર ચર્ચા થશે. બેઠકમાં સામેલ થવા પર રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ રાહુલ ગાંધીના આવાસ પર પહોંચી ચૂક્યા છે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રાહુલ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવાઇ શકે છે.

આપને જણાવીએ કે રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસની કાર્યકારિણી બેઠકમાં રાજીનામાની રજૂઆત કરી હતી. આ બેઠકને લઇને નેતાઓને મીડિયા સાથે વાત ન કરવાની સલાહ આપવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાન્ડેએ પાર્ટી નેતાઓને એક એડવાઇઝરી જાહેર કરી કડક નિર્દેશ આપ્યા છે કે મીડિયા સાથે વાત ન કરવી.

ગહલોતને લઇને મોટો નિર્ણય 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પર પાર્ટી નેતૃત્વ મોટો નિર્ણય લઇ શકે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ એકપણ સીટ જીતી નથી શકી. ત્યારે સચિન પાયલટ આ પરિસ્થિતિને એક તકની જેમ જોઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ પર પાયલટને નિયુક્ત કરી શકે છે.

બીજેપીનો દાવો કોંગ્રેસ નેતા સંપર્કમાં

રાજસ્થાનના બીજેપી નેતા ભવાની સિંહ રજાવતે કહ્યું કે એ અટકળો સાચી છે કે કોંગ્રેસના ઘણા નેતા બીજેપીમાં સામેલ થઇ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં નારાજગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular