Friday, March 29, 2024
Homeરાહુલ ગાંધી ની હાજરી માં એક્ટ્રેસ ઉર્મિલા કોંગ્રેસ માં જોડાઈ, ઉત્તર મુંબઈથી...
Array

રાહુલ ગાંધી ની હાજરી માં એક્ટ્રેસ ઉર્મિલા કોંગ્રેસ માં જોડાઈ, ઉત્તર મુંબઈથી ચૂંટણી લડી શકે છે

- Advertisement -

મુંબઈ: ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર બુધવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્મિલાને ઉત્તર મુંબઈથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડા અને સંજય નિરુપમે ઉર્મિલાની પાર્ટીમાં સામેલ કરવાની વાત કરી હતી. નિરુપમના જણાવ્યા પ્રમાણે- અમે ઉર્મિલાને ઉત્તર મુંબઈથી લોકસભા ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. અમને આશા છે કે તે માની જશે. જો ઉર્મિલાને ઉમેદવાર બનાવવામાં આવશે તો તેની ટક્કર ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થઈ શકે છે. ઉત્તર મુંબઈને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular