Tuesday, April 16, 2024
Homeલંડન : ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે એક ઈનિંગમાં 500 રન પણ...
Array

લંડન : ક્રિકેટ વર્લ્ડ કપમાં આ વખતે એક ઈનિંગમાં 500 રન પણ શક્ય

- Advertisement -

લંડનઃ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલની સીરિઝમાં થયેલા રનને જોઈને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સત્તાવાર ફેન્સ સ્કોરબોર્ડની નવી ડિઝાઈન કરી છે, જેમાં રનનો સ્કોર સ્કેલ 500 સુધીનો કરાયો છે. ઈંગ્લેન્ડનાં મેદાનોની ખાસિયત પ્રિન્ટેડ સ્કોરકાર્ડ પણ છે, જે રમત પછી દર્શકોને એક કે બે પાઉન્ડમાં વેચવામાં આવે છે. દર્શકો યાદગીરી માટે તે ખરીદે છે. દર્શકો દ્વારા ખરીદેલા સ્કોરબોર્ડમાં રનનો રેકોર્ડ હોય છે. વર્લ્ડ કપ માટે પહેલાં તૈયાર કરાયેલા સ્કોરબોર્ડમાં ફક્ત 400 રન તૈયાર થઈ શકતા હતા.

ગયા અઠવાડિયે ટુર્નામેન્ટ ડિરેક્ટર સ્ટિવ એલવર્દીને લાગ્યું કે આ સ્કોરકાર્ડ નવેસરથી તૈયાર થવા જોઈએ, જેથી તેમાં 500 રન પણ નાંખી શકાય. ઈંગ્લેન્ડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે મેચમાં છ વિકેટ લઈને 481 રન કર્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ હાલની સીરિઝમાં બીજી વન ડેમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે 373 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાને 361 રન બનાવ્યા હતા. સપાટ પિચો પર 500 રનનો સ્કોર પણ થઈ શકે છે. ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોમ હેરીસને કહ્યું કે, અમારે નવા સ્કોરબોર્ડનો સ્કેલ બદલીને 500 કરી દીધો છે. કોને ખબર કે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઈતિહાસ બને!

ઈંગ્લેન્ડમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં 300થી વધુ સ્કોર પણ કાફી નહીં હોય?

વર્લ્ડ કપ 2015 પછી રમાયેલી 469 વન ડે ઈન્ટરનેશનલ મેચોમાંથી 128માં પહેલા બેટિંગ કરનારી ટીમોએ 300થી વધુ રન બનાવ્યા છે, પરંતુ આ વખતે એ પણ કાફી નથી. એ 128 મેચોમાં લગભગ 99 મેચ એટલે કે આશરે 77% મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. તેની તુલના આપણે એ 341 મેચ સાથે કરીએ, જેમાં 300થી વધુ રનનો સ્કોર નથી થયો. તેમાં આ સરેરાશ ઘટીને 38% થઈ જાય છે. જોકે, 130 મેચમાં જીત મળી છે. પાછલા વર્લ્ડ કપ પછી ઈંગ્લેન્ડમાં 56 વન ડે રમાઈ, તેમાંથી 18 વાર 300થી વધુ રન કરાયા. હવે 2015નો વર્લ્ડ કપ પછી થયેલી મેચો પર નજર કરીએ તો કંઈક આવું દૃશ્ય જોવા મળે છે.

250 201 મેચ 49માં જીત જીતની સરેરાશ 24%
250-299 140 મેચ, 81માં જીત જીતની સરેરાશ 58%
300-349 87 મેચ, 64માં જીત જીતની સરેરાશ 74%
350-399 36 મેચ, 30માં જીત જીતની સરેરાશ 83%
400થી વધુ 5 મેચ, પાંચમાં જીત જીતની સરેરાશ 100%

સૌથી વધુ રનના રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે

ગયા વર્લ્ડ કપથી અત્યાર સુધી વન ડે ઈન્ટરનેશનલમાં કોઈ ટીમ દ્વારા બનાવાયેલા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બે વાર તૂટ્યો છે. બંને વાર ઈંગ્લેન્ડમાં અને ઈંગ્લેન્ડ દ્વારા. પહેલા પાકિસ્તાન વિરુદ્ધ ઓગસ્ટ 2016માં 443/3 અને ગયા વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 481/6. આ બંને મેચ નોટિંગહમમાં રમાઈ હતી. આ સાથે જ ઈંગ્લેન્ડ, જેણે પાંચ વાર 400થી વધુ રન બનાવ્યા છે અને ચાર વાર ડિફેન્ડ કર્યા છે, જેમાંથી આવું ત્રણ વાર ઈંગ્લેન્ડમાં થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular