Tuesday, April 16, 2024
Home'લક્ષ્મી બોમ્બ'ના ફર્સ્ટ લુકના પોસ્ટરથી નારાજ ડિરેક્ટર રાઘવ લોરેન્સે ફિલ્મ છોડી
Array

‘લક્ષ્મી બોમ્બ’ના ફર્સ્ટ લુકના પોસ્ટરથી નારાજ ડિરેક્ટર રાઘવ લોરેન્સે ફિલ્મ છોડી

- Advertisement -

મુંબઈઃ અક્ષય કુમાર તથા કિઆરા અડવાણીની ‘લક્ષ્મી બોમ્બ’માંથી ડિરેક્ટર રાઘવ લોરેન્સ નીકળી ગયા છે. લોરેન્સે પોતાના ટ્વિટર પર એક નોટ લખી હતી અને કહ્યું હતું કે પૈસા કે પ્રસિદ્ધિ કરતાં વધુ જરૂરી સ્વાભિમાન હોય છે. આથી જ તેમણે આ પ્રોજેક્ટથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

 

લોરેન્સ પોસ્ટરથી નાખુશ

રાઘવે તમિળ ફિલ્મ ‘કંચના’નું ડિરેક્શન કર્યું છે

‘લક્ષ્મી બોમ્બ’ તમિળ ફિલ્મ ‘કંચના’ની હિંદી રિમેક છે. ‘કંચના’નું ડિરેક્શન રાઘવ લોરેન્સે કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક્ટિંગ પણ કરી હતી. હિંદી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નો ફર્સ્ટ લુક શનિવાર (18 મે)ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટરની ડિઝાઈનથી લોરેન્સ સહેજ પણ ખુશ નહોતા. આ સિવાય અન્ય કેટલાંક કારણો હતાં, જેને કારણે લોરેન્સે ફિલ્મમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

સ્વાભિમાન માટે ફિલ્મથી અલગ થયો

રાઘવે લખ્યું છે, ‘તમામ મિત્રો તથા ચાહકોને નમસ્કાર, તમિળમાં એક કહેવત છે કે જે ઘરે તમારું માન ના જળવાય ત્યાં તમારે ક્યારેય જવું જોઈએ નહીં. આ દુનિયામાં પૈસા તથા પ્રસિદ્ધિ કરતાં પણ એક બાબત સૌથી વધુ મહત્વની છે, તે તમારું સ્વાભિમાન. મેં ‘કંચના’ની હિંદી રિમેક ‘લક્ષ્મી બોમ્બ’થી પોતાને અલગ કરવાનો નિર્ણય કર્યો છે. હું આનું કારણ જણાવવા માંગતો નથી કારણ કે આની પાછળ એક કારણ નથી. તેમ છતાંય સૌથી મોટું કારણ એ છે કે આ ફિલ્મનું પોસ્ટર. આ પોસ્ટર મને બિલકુલ પસંદ નહોતું આવ્યું. આથી જ મને જણાવ્યા વગર અને મને પૂછ્યા વગર જ ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. મને કોઈ બીજાએ આ પોસ્ટીર રિલીઝની માહિતી આપી હતી. એક ડિરેક્ટર તરીકે આ વાત ઘણી જ ખરાબ છે કે તેને રિલીઝની પણ માહિતી આપવામાં આવી નહોતી. મને અપમાનિત થયાની લાગણી થઈ રહી છે. ‘

અક્ષયને સ્ક્રિપ્ટ આપશે

વધુમાં રાઘવે લખ્યું હતું, ‘ક્રિએટર તરીકે મને આ પોસ્ટર બિલકુલ પસંદ આવ્યું નહોતું. ડિરેક્ટર સાથે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. મેં કોઈ પણ પ્રકારનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો નહોતો. આથી જ હું મારી સ્ક્રિપ્ટની સાથે આ ફિલ્મથી પણ અલગ થયો છું. હું મારી સ્ક્રિપ્ટ અક્ષય કુમારને કારણે પ્રોડ્યૂસર્સને આપવા તૈયાર છું. ટૂંક સમયમાં જ અક્ષયને મળીશ અને સ્ક્રિપ્ટ તેને આપી દઈશ. ફિલ્મની ટીમને મારી શુભેચ્છાઓ…’ ઉલ્લેખનીય છે કે ‘લક્ષ્મી બોમ્બ’ આવતા વર્ષે પાંચ જૂનના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર તથા કિઆરા અડવાણી સિવાય અમિતાભ બચ્ચન તથા આર માધવન જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular