Thursday, March 28, 2024
Homeવડોદરાના અલંગ હાઉસમાં ભીષણ આગ લાગી, ફર્નિચર અને 2 કાર બળીને ખાખ
Array

વડોદરાના અલંગ હાઉસમાં ભીષણ આગ લાગી, ફર્નિચર અને 2 કાર બળીને ખાખ

- Advertisement -

વડોદરાઃ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલંગ હાઉસમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અડધા કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ઘટનાને પગલે અલંગ ગાઉસમાં ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અલંગ હાઉસમાં આગને કારણે બાજુમાં આવેલુ ગેરેજ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. જેને કારણે ગેરેજમાં પડેલી બે જેટલી કાર પણ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.

વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગુજરાત એલ્યુમિનિયમ ઇક્સટ્રુઝન્સ કંપનીમાં 27 જાન્યુઆરીએ  ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 6 જેટલા ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular