Friday, April 26, 2024
Homeવડોદરાના 2 વિદેશી છાત્રો પારડીથી દારૂ સાથે ઝડપાયાં
Array

વડોદરાના 2 વિદેશી છાત્રો પારડીથી દારૂ સાથે ઝડપાયાં

- Advertisement -

પારડી પોલીસના કર્મીઓ ગુરૂવારે રાત્રે બગવાડા ટોલનાકા ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન વાપી તરફથી આવતી ફોર્ડ ફિએસ્ટા કાર ઉપર શંકા જતા તેને ઉભી રાખવા ઇશારો કરાયો હતો. ચાલકે ગાડી નહી રોકી નાસી જતા આ અંગે પારડી PSI ઝાલાને ફોન ઉપર જાણ કરી પીછો કરાયો હતો. વાપીથી સુરત જતા હાઇવે પર હોટલ વિશ્રામ સામે ટ્રાફિક જામ કરતા નાસતો ચાલક ફસાઇ ગયો હતો.

પોલીસે અંદર જોતા વિદેશી ચાલક સાથે વિદેશી મહિલા બેસેલી હોઇ નામ પુછતા યુવકે તેનું નામ બ્રાઇટન રોબસન ચિકવીરા અને મહિલાએ પોતાનું નામ થાન્ઠેકા ચીયાફીશા જુંગવાના હાલ રહે.આજવા રોડ વડોદરા અને મુળ ઝીમ્બાબ્વેના હોવાનું બહાર આવ્યું હતું. કારની ડિકીમાં ચકાસણી કરતા દારૂ-બીયરની બોટલ નંગ-176 કિં.રૂ.88,000 મળી આવ્યો હતો. બંને વિદેશી 5 વર્ષના સ્ટુડન્ટ વિઝાને આધારે બરોડાની પારૂલ યુનિ.માં અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular