Tuesday, April 16, 2024
Homeવડોદરામાં સિક્યુરિટી ગાર્ડની ચાકૂના ઘા મારીને હત્યા, રહસ્ય અકબંધ
Array

વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની ચાકૂના ઘા મારીને હત્યા, રહસ્ય અકબંધ

- Advertisement -

વડોદરા: વડોદરા રેલવેના મેમુ કાર શેડ પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જગજીત ઉર્ફે જગદીશભાઇ ભારતીયને અજાણ્યા શખ્સોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રેલવે પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની જગજીત ઉર્ફ જગદીશભાઇ ગજરાજભાઇ ભારતીય(ઉં.વ.59) રેલવેના મેમુ કાર શેડ પાસે નવિન બંધાઇ રહેલી બિલ્ડીંગમાં રહેતા હતા. અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેમની હત્યાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

સિક્યુરીટી જવાનની હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. હત્યારાઓ ઝડપાયા બાદ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે. તેમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular