Tuesday, April 16, 2024
Homeવડોદરામાં 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
Array

વડોદરામાં 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

- Advertisement -

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે વડોદરા શહેર પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામમાંથી આવતો હતો. આરોપીના ઘરમાંથી રૂપિયા 9679ની કિંમતનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

આરોપી અગાઉ 2005 અને 2012માં ગાંજા સાથે પકડાયો હતો

વડોદરા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.એ. ચારણે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીના કોતર નજીક ગણપતિ મંદિર વાળા મકાનમાં હરી ઉર્ફ હરીલાલ મોહન કહાર ગાંજાનો ધંધો કરતો હતો. બાતમીના આધારે તેના ઘરે દરોડો પાડી 1.347 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. હરીને ગાંજાનો જથ્થો પાદરા તાલુકાના વડુ ગામનો એક વ્યક્તિ એક માસ પહેલાં ગાંજાનો જથ્થો આપી ગયો હતો. આરોપી હરી અગાઉ વર્ષ-2005 અને 2012માં ગાંજા સાથે પકડાયો હતો. પોલીસે બંને સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular