Friday, March 29, 2024
Homeવડોદરા: મજૂરી કામના બહાને પિત્તળના વાસણોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Array

વડોદરા: મજૂરી કામના બહાને પિત્તળના વાસણોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

- Advertisement -

વડોદરા: શહેરના મેરેજ હોલોમાં મજૂરી કામના ઓથા હેઠળ પિત્તળના વાસણોની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ટોળકી પાસેથી રૂપિયા 4.65 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

નવાપુરા પોલીસ મથકના પી.આઇ. આર.એમ. ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સયાજી વિહાર ક્લબમાંથી પિત્તળના વાસણોની ચોરી થઇ હતી. જે અંગેની ફરિયાદ નવાપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જે ગુન્હામાં પોલીસે રવિન્દ્ર ઉર્ફ રવિ સુરેન્દ્રસિંગ ઉર્ફ સિંકદર રાજપુત (રહે. દંતેશ્વર ગામ), દિપક પપ્પુ શર્મા (રહે. ડી-296, અનુપનગર, પ્રતાપનગર) અને હિતેશ ઉર્ફ મિતેષ ઉર્ફ બગ્ગુ સંજય રાજપુત (રહે. અનુપનગર, દંતેશ્વર)ની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રિપુટીએ સયાજી વિહાર ક્લબમાંથી 29 નંગ પિત્તળના તપેલા અને 15 નંગ પિત્તળની કથળોટની ચોરી તેમજ શરાફી હોલમાંથી 15 નાના-મોટા પિત્તળના તપેલાની ચોરીની કબુલાત કરી છે.

પી.આઇ. ચૌહાણે જણાવ્યું કે, આ ટોળકી હોલમાં મજૂરી કામ માટે જતી હતી. અને હોલમાં વાસણોની રેકી કરતા હતા. અને ઝડપાયેલી ત્રિપુટી રાત્રે ચોરી કરતી હતી. વાસણો ચોરી કર્યા બાદ તેઓ અહેમદખાન ગુલામમહંમદ પઠાણ (રહે. ગરીબ નવાઝ પાર્ક, નવાયાર્ડ)ને જાણ કરતા હતા. તે બાદ અહેમદખાન પઠાણ પોતાનો ટેમ્પો લઇને હોલ પાસે આવી જતો હતો. અને વાસણો લઇ જતો હતો. આ ગુન્હામાં અહેમદખાનની ફરાર હોઇ, તેની શોધખોળ ચાલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular