Friday, March 29, 2024
Homeવર્લ્ડકપ : શ્રીલંકા માટે કિવિઝ સામે મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન...
Array

વર્લ્ડકપ : શ્રીલંકા માટે કિવિઝ સામે મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપમાં આજે 2 મેચ રમાવાની છે. પહેલી મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે સોફિયા ગાર્ડન ખાતે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે છે. જયારે બીજી મેચ સાંજે 6 વાગે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે. ન્યુઝીલેન્ડનું ફોર્મ જોતા શ્રીલંકા માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. કિવિઝની ટીમ છેલ્લા 1 વર્ષમાં રમેલી 14માંથી 8 વનડેજીતી છે. જયારે 5 હાર્યું છે અને 1 મેચમાં પરિણામ આવ્યું ન હતું.

4 વર્ષથી શ્રીલંકા કિવિઝને હરાવી શક્યું નથી

વનડેમાં કિવિઝ અને લંકા અત્યાર સુધી 98 મેચ રમ્યા છે. તેમાં કિવિઝ 48 મેચ જીત્યું છે તો લંકા 41 મેચ જીત્યું છે. 1 મેચ ટાઈ અને 8 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને છેલ્લે 31 ડિસેમ્બર 2015માં હરાવ્યું હતું. બંને દેશ વચ્ચેની છેલ્લી 5 વનડેમાંથી 4 મેચ કિવિઝ જીત્યું અને 1 મેચનું રિઝલ્ટ આવ્યું નથી.

ન્યુઝીલેન્ડની તાકત અને નબળાઈ

રોઝ ટેલર અત્યારે પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે છેલ્લી 10 વનડેમાં 77ની એવરેજથી 539 રન કર્યા છે. ઓપનર હેનરી નિકોલસ પણ સારા ફોર્મમાં છે. તેણે છેલ્લી 10 વનડેમાં 46ની એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી 371 રન બનાવ્યા છે. બોલિંગમાં કિવિઝ પાસે ટ્રેન્ટ બોલ્ટ જેવો અનુભવી બોલર છે. બોલ્ટે છેલ્લા 4 વર્ષમાં પહેલા પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

ઇંગ્લેન્ડમાં મેચ ન રમવાનો અનુભવ કિવિઝને ભારી પડી શકે છે. ગયા વર્લ્ડકપ પછી તેઓ ત્યાં 2 વાર જ રમ્યા છે.

શ્રીલંકાની તાકત અને નબળાઈ

થિસારા પરેરા: શ્રીલંકાની અત્યારે એકમાત્ર તાકત તેના ઓલરાઉન્ડર થિસારા પરેરાનું પ્રદર્શન છે. તેણે છેલ્લા એક વર્ષમાં ઓલરાઉન્ડ દેખાવ કરતા બેટ વડે 31.16ની એવરેજથી 561 રન અને બોલ વડે 21 વિકેટ ઝડપી છે.

ટીમ પાસે લીડર નથી: લંકા છેલ્લા 2 વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં 9 કેપ્ટ્ન બદલ્યા છે. એન્જલો મેથ્યુઝ અને કોચ ચંદિકા હથુરાસિંઘ વચ્ચે મતભેદ જગજાહેર છે. મે 2016 પછી તેઓ એક બાઈલેટરલ સિરીઝ જીત્યા નથી. આ વર્લ્ડકપમાં તેમની કપ્તાની કરી રહેલો કરુણારત્ને 2 વર્ષ પછી વનડેમાં વાપસી કરી રહ્યો છે. તે 2015 પછી માત્ર 1 જ વનડે રમ્યો છે.

નંબર ગેમ:
  • કેન વિલિયમ્સન અને રોઝ ટેલરે ઇંગ્લેન્ડમાં રમેલી છેલ્લી 6 મેચમાં ભાગીદારી આવી રહી છે: 121, 206, 101, 99, 95 અને 83
  • એપ્રિલ 2015 પછી લંકાએ પાવરપ્લે 1માં સૌથી વધુ 132 વિકેટ ગુમાવી છે અને કિવિઝે સૌથી વધુ 120 વિકેટ ઝડપી છે
  • સોફિયા ગાર્ડન ખાતે કિવિઝ પોતાની અંતિમ 3 વનડે હાર્યું છે

ન્યુઝીલેન્ડની ટીમ: કેન વિલિયમ્સન(કેપ્ટ્ન), રોસ ટેલર, ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લેથમ, કોલીન મુનરો, જેમ્સ નિશમ, હેનરી નિકોલસ, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી

શ્રીલંકાની ટીમ: દીમુથ કરુણારત્ને(કેપ્ટ્ન), કુશલ મેન્ડિસ, ધનંજય ડિસિલ્વા, નુઆન પ્રદીપ, આવિષ્કા ફર્નાન્ડો, સુરંગા લકમલ, લસિથ મલિંગા, એન્જલો મેથ્યુઝ, જીવન મેન્ડિસ, કુશલ પરેરા, મિલિંદ શ્રીવર્ધના, લાહિરૂ થિરિમાને, ઈસરૂ ઉડાના, જેફ્રી વંડર્સે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular