Friday, March 29, 2024
Homeવર્લ્ડ કપ : લંડનમાં આજે રાત્રે 9-30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભ, રોયલ ફેમિલી...
Array

વર્લ્ડ કપ : લંડનમાં આજે રાત્રે 9-30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભ, રોયલ ફેમિલી પણ ઉપસ્થિત રહેશે

- Advertisement -

સ્પોટ્સ ડેસ્કઃ ICC વનડે વર્લ્ડ કપની મેચ 30 મેથી શરૂ થશે, જે અંતર્ગત તેનો ઉદ્ઘાટન સમારંભ બુધવારે રાત્રે ભારતીય સમયાનુસાર 9-30થી 10-30 વાગ્યા સુધી લંડનમાં થશે. આ કાર્યક્રમ જે લંડન મોલમાં યોજાશે, જે બકિંગહામ પેલેસની નજીક છે. ઉદ્ઘાટન સમારંભમાં ઈંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ સહિત રાજપરિવારના સભ્ય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં લગભગ 4000 પ્રશંસકો સામેલ થાય તેવી શક્યતા છે. આ પ્રશંસકોની પસંદગી બેલેટ પ્રક્રિયાથી કરવામાં આવી છે.

ભારતમાં સ્ટાર સ્પોટ્સ નેટવર્ક પર કાર્યક્રમનું પ્રસારણ થશે

આ વર્લ્ડકપમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડ સહિત 10 ટીમ (ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા, દક્ષિમ આફ્રિકા, પાકિસ્તાન) ભાગ લેશે. પહેલી મેચ 30 મેનાં રોજ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.

ભારતમાં ઉદ્ઘાટન સમારંભનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોટ્સ નેટવર્ક પર થશે. જેની લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર પણ રહેશે. ભારતની પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે ખેલાશે. ટીમ ઈન્ડિયા 1983 અને 2011માં વર્લ્ડ ચેમ્પિયન રહ્યાં છે.

કાર્યક્રમમાં તમામ 10 ટીમમાં એક-એક પૂર્વ ક્રિકેટર અને સેલિબ્રિટી આઈકોન પણ હાજર રહેશે. ભારત તરફથી કપિલ દેવ હાજર રહે તેવી શક્યતા છે.

ઉદ્ઘાટન સમારંભ એક દિવસ પહેલાં એટલા માટે થઈ રહ્યાં છે કેમકે સમારંભમાં તમામ 10 ટીમના ખેલાડીઓ હાજર રહે તે જરૂરી છે. કાર્યક્રમ બાદ બધી ટીમ તે જગ્યાએ જવા રવાના થશે જ્યાં તેઓએ પોતાની પહેલી મેચ રમવાની છે.

આ વખતે ટૂર્નામેન્ટનું ફોર્મેટ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ છે. વર્લ્ડ કપના 44 વર્ષના ઈતિહાસમાં બીજી વખત આ ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. આ પહેલાં 1992માં થયેલા વર્લ્ડ કપમાં રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચ રમાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular