Thursday, April 18, 2024
Homeવલસાડ અતુલ હાઇ વે ક્રોસ કરવા જતા દીપડાનું વાહનની અડફેટે મોત
Array

વલસાડ અતુલ હાઇ વે ક્રોસ કરવા જતા દીપડાનું વાહનની અડફેટે મોત

- Advertisement -

સુરતઃ વલસાડ અતુલ અને પારડીની વચ્ચે હાઇ વે પર રવિવારે મોડી રાત્રે દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન વાહનની અડફેટે આવી જતા દીપડાના બચ્ચાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

દીપડાનું ઘટના સ્થળે મોત
અતુલ અને પારડીની વચ્ચે હાઇ વે પર નોબેલ ઉબાડીયાની દુકાનની પાસે રવિવારે મોડી રાત્રે એક દીપડો આવી પહોંચ્યો હતો. દીપડાએ હાઇ વે ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન એક મોટા વાહને દીપડાને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં દીપડાનું વાહન અડફેટે ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
લોકો દોડી આવ્યા
દીપડાના મોતના સમાચારના પગલે જીવદયા ગૃપ અને સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. 6 માસ પહેલા આ સ્થળ પર એક દીપડો હાઇ વે ક્રોસ કરવા જતા મોતને ભેટ્યો હતો. સતત બીજી વખત રવિવારે વાહન અડફેટે દીપડાનું મોત થયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular