Saturday, April 20, 2024
Homeવારાણસીઃ મોદીએ કહ્યું- કાશીની જેમ પ્રવાસી ભારતીય પણ વિશ્વને આપણાં જ્ઞાનથી પરિચિત...
Array

વારાણસીઃ મોદીએ કહ્યું- કાશીની જેમ પ્રવાસી ભારતીય પણ વિશ્વને આપણાં જ્ઞાનથી પરિચિત કરાવે છે

- Advertisement -

વારાણસીઃ વડાપ્રધાન મોદીએ મંગળવારે વારાણસીમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે, “કાશી અને પ્રવાસીઓમાં એક સમાનતા છે. કાશી ભારતનાં સાંસ્કૃતિક અને દાર્શનિક જ્ઞાનને દુનિયાને પરિચીત કરાવે છે. પ્રવાસીઓ પણ દુનિયાને ભારતની ઉષ્મા સાથે પરિચીત કરાવે છે.”

મોદીએ કહ્યું કે, તમે(પ્રવાસી)ઓ જે દેશમાં પણ રહો છે. ત્યાં સમાજને આપણાપણું જ આપ્યું છે. તમે વસુધૈવ કુટુંમ્બકમ, પારિવારીક મૂલ્યોમાં પણ વધારો કર્યો છે. જ્યાં આપ તમામ વસવાટ કરો છો, ત્યા તમે નેતૃત્વનાં રૂપમાં દેખાશો.

અમે દુનિયાના વિચાર બદલી દીધા- મોદી

મોદીએ સંબોધનમાં કહ્યું કે, “પહેલા લોકો કહેતા હતા કે બારત બદલાઈ શકશે નહિ, અમે આ વિચારોને બદલી નાંખ્યા છે. દુનિયા આજે અમારા સૂચનોને ગંભીરતા સાથે સાંભળી અને સમજી રહી છે. પર્યાવરણની સુરક્ષા અને વિશ્વની પ્રગતિમાં દુનિયા ભારતનું યોગદાન સ્વીકારી રહી છે. ઈન્ટરનેશલ સોલર એલાયંસનાં માધ્યમથી દુનિયાને અમે વન સન, વન ગ્રીડની તરફ લઈ જવા ઈચ્છીએ છીએ. અમે રિફોર્મ, પરર્ફોમ, ટ્રાંસર્ફોમ અને સૌનો સાથ-સૌનો વિકાસનાં સૂત્ર સાથે આગળ વધી રહ્યાં છીએ.”

5 લાખ 80 હજાર કરોડ રૂપિયા લોકોનાં ખાતામાં ટ્રાંસફર કર્યા

મોદીએ કહ્યું , એક પૂર્વ વડાપ્રધાને કહ્યું હતુ કે, દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તો લોકો સુધી 15 પૈસા પહોંચે છે. 85 પૈસા છૂમંતર થઈ જાય છે. એક પાર્ટીએ જેટલા વર્ષો શાસન કર્યુ, તે જ પાર્ટીની બિમાર શાસન વ્યવસ્થાને તેમને સ્વીકારી હતી , પરંતુ તેનો કોઈ રસ્તો કાઢ્યો ન હતો. અમે 85 પૈસાની આ લૂંટને ખતમ કરી દીધી છે. છેલ્લા 4 વર્ષોમાં આશરે 5 લાખ 80 હજાર કરોડ રૂપિયા સીધા લોકોનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. આ સુધારો પહેલા પણ થઈ શકતો હતો પરંતુ દાનત ન હતી.

5000થી વધુ પ્રવાસીઓને સંબોધિત કર્યા

મોદીએ કાર્યક્રમમાં 150 દેશોનાં 5000થી પણ વધુ પ્રવાસી ભારતીયોને નવા ભારતનાં નિર્માણમાં તેમની ભૂમિકા જણાવી હતી. મોદીએ મોરેશિયસના પોતાના સમકક્ષ પ્રવિદ જગન્નાથની સાથે 15માં પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. જગન્નાથ આ કાર્યક્રમનાં મુખ્ય અતિથી છે. આ પહેલા સોમવારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ત્રિદીવસીય(21થી 23 જાન્યુઆરી સુધી) પ્રવાસી સન્મેલનનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ દરમિયાન યોગીએ કહ્યું હતું કે- આ આયોજન 2003માં અટલજીએ શરૂ કર્યું હતું. હવે આ સમગ્ર ભારતને એક સાથે જોડવાની તક આપશે.

હેમમાલિની નૃત્ય રજૂ કરશે

કાર્યક્રમ દરમિયાન સાસંદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્ય નાટક રજુ કરશે. આ ઉપરાંત મોરીશીસની લેખક રેશમા રામધોનીના પુસ્તક “પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતા”નું પણ ઉદ્ધાટન કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસી સન્મેલનનો વિષય “નવા ભારતનાં નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા” છે. કાર્યક્રમમાં પ્રવિંદ જગન્નાથ મુખ્ય અતિથિ છે. આ ઉપરાંત નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી વિશેષ અતિથિ અને ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સિંહ બખ્શી ગેસ્ટ ઓફ ઓનર હશે.

કુંભનો લાભ મળે તે માટે આ વખતે તારીખોમાં ફેરફાર

પ્રવાસી ભારતીય સંમેલન દર બે વર્ષે થાય છે. પહેલો કાર્યક્રમ 9 જાન્યુઆરીએ યોજાયો હતો. આ દિવસે 1915નાં રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાં હતા. એટલે સરકારે 9 જાન્યુઆરીએ પ્રવાસી દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પ્રવાસી સંમેલન ભારતીયોની પોતાના મૂળથી ફરી જોડવા માટે મંચ પ્રદાન કરે છે. એવું પહેલી વખત છે કે સરકારે આ સંમેલનની તારીખોમાં બદલાવ કર્યો છે. તેનો હેતુ અહીં આવનારી પ્રવાસીઓને કુંભ મેળામાં લઈ જઈને ભવ્યતાથી તેનો પરિચય કરાવવાનો છે. સરકારે તેના માટે વ્યવસ્થા પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular