Saturday, April 20, 2024
Homeવિવેક ઓબેરોયને નક્સલવાદીઓની ધમકી, 24 કલાકની સુરક્ષા અપાઈ
Array

વિવેક ઓબેરોયને નક્સલવાદીઓની ધમકી, 24 કલાકની સુરક્ષા અપાઈ

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક : 24 મેના રોજ આજે વડાપ્રધાન મોદીની વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થઇ છે. ગઈકાલે ગુરુવારે ચૂંટણીનું પરિણામ હતું અને ગઈકાલે જ વિવેક ઓબેરોયને નક્સલવાદીઓએ જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. આ ધમકી મળ્યા બાદ વિવેક ઓબેરોયને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ગઈકાલે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમ્યાનથી જ તેને 24 કલાકની સિક્યુરિટી અપાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અમદાવાદમાં વિવેક ઓબેરોય સાથે બે દિવસ પહેલાં ફિલ્મ જોઈ હતી.

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ
ઘણા બધા રિલીઝ ડ્રામા બાદ ફિલ્મ ફાઈનલી આજે રિલીઝ થઇ છે. આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય અને આચાર્ય મનીષ છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં વિવેક ઓબેરોયની સાથે બોમન ઈરાની,બરખા સેન ગુપ્તા, ઝરીના વહાબ, મનોજ જોશી, રાજેન્દ્ર ગુપ્તા અને દર્શન કુમાર પણ સામેલ છે.

ફિલ્મની કમાણીને લઈને કોઈ ચિંતા નથી
ફિલ્મને મલ્ટિપ્લેક્સમાં કેટલા શો મળશે તે વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહે જણાવ્યું કે, કેટલી સ્ક્રીન પર ફિલ્મને બતાવવામાં આવશે તે ડિસ્ટ્રીબ્યુટર્સ પર નિર્ભર કરે છે. માટે મને કોઈ ચિંતા નથી કે તે 100 કરોડને ક્રોસ કરશે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular