Saturday, April 20, 2024
Homeવેનેઝૂએલા મુદ્દે અમેરિકાની દાદાગીરી, ભારતને કહ્યું - આ દેશની આર્થિક જીવનરેખા ના...
Array

વેનેઝૂએલા મુદ્દે અમેરિકાની દાદાગીરી, ભારતને કહ્યું – આ દેશની આર્થિક જીવનરેખા ના બનો

- Advertisement -

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતને કહ્યું કે, તેઓ વેનેઝૂએલાની આર્થિક જીવનરેખા ના બને. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લેટિન અમેરિકન દેશ પર અનેક પ્રતિબંધો લગાવીને રાખ્યા છે. હાલ અમેરિકા પ્રયત્નો કરી રહ્યું છે કે, વેનેઝૂએલા પાસેથી કોઇ પણ દેશ ક્રૂડ ઓઇલ ના ખરીદે. પોમ્પિયોએ અમેરિકા ગયેલા ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેને કહ્યું કે, તેઓ વેનેઝૂએલા પાસેથી તેલ ના ખરીદે. માદુરોના સમર્થન પર પોમ્પિયોએ ક્યૂબા, રશિયા અને ચીનની ટિકા કરતા કહ્યું કે, આ તમામ દેશ વેનેઝૂએલાના લોકોની ભાવનાઓ નથી સમજી રહ્યા.

ગોખલે સાથે વાતચીતની માહિતી ગુપ્ત
પોમ્પિયોએ સોમવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તેઓની વેનેઝૂએલા મામલે ગોખલે સાથે વાત થઇ છે. જો કે, તેઓએ આ વાતચીતની માહિતી ગુપ્ત રાખવાનું પસંદ કર્યુ. પોમ્પિયોએ કહ્યું કે, કેટલીક બાબતો સાર્વજનિક ના કરવી જોઇએ.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વેનેઝૂએલાની નિકોલસ માદુરો સરકાર વિરૂદ્ધ મોરચો ખોલીને રાખ્યો છે. અમેરિકા અને તેના સહયોગી દેશ અહીંની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અને સ્વઘોષિત ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોને જ વેનેઝૂએલાના પ્રેસિડન્ટ માને છે. અમેરિકાએ માદુરોને પદ છોડવાની સલાહ આપી છે.
વેનેઝૂએલામાં મે 2018ના રોજ થયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણી વિવાદમાં રહી. જાન્યુઆરીમાં નેશનલ એસેમ્બલીએ ચૂંટણીને ગેરકાયદે ગણાવી હતી. પ્રજાએ પણ નિકોલસ માદુરોનો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતા ગોઇદો ઇન્ટરિમ પ્રેસિડન્ટ બન્યા હતા. વેનેઝૂએલા હાલ ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. અહીંના નાગરિકો પાસે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો અભાવ છે.
વેનેઝૂએલા પાસેથી કૅશમાં ઓઇલ ખરીદે છે ભારત
લેટિન અમેરિકન દેશ પાસેથી ભારત કૅશમાં ઓઇલની ખરીદી કરે છે. 2017-18માં ભારતે અહીંથી 115 લાખ ટન ઓઇલની આયાત કરી હતી. બ્લૂમબર્ગનું કહેવું છે કે, ગત મહિને ભારતે વેનેઝૂએલાના કુલ ઉત્પાદનનું 55 ટકા ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. અહીંથી ઓઇલની ખરીદી ના થઇ શકે, તે માટે અમેરિકા બેન્કોની મદદથી ભારત સામે અવરોધો ઉભા કરી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટન ભારતને ટ્વીટર પર ગત મહિને ચેતવણી આપી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે, જો ભારતે વેનેઝૂએલા પાસેથી ઓઇલ ખરીદ્યું તો અમેરિકા તેને ક્યારેય નહીં ભૂલી શકે. જો કે, પોમ્પિયોએ કહ્યું કે, ઇરાન પર પ્રતિબંધ સમયે ભારતે તેઓને સાથ આપ્યો હતો.
બીજી તરફ, વેનેઝૂએલાના ઓઇલ મિનિસ્ટર મેન્યુઅલ ક્યૂવેદોએ ગત સપ્તાહે ભારતની મુલાકાત લીધી હતી. તેઓએ પ્રયત્નો કર્યા હતા કે, વેનેઝૂએલાથી ક્રૂડ ઓઇલની ખરીદીને ભારત બેગણી કરી દે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular