Saturday, April 20, 2024
Homeશનિવારે કરી લો લાડૂનો આ ઉપાય, શનિ દેવની સાડા સાતી થશે દૂર
Array

શનિવારે કરી લો લાડૂનો આ ઉપાય, શનિ દેવની સાડા સાતી થશે દૂર

- Advertisement -

કુંડળીમાં જ્યારે પણ શનિ દેવ અશુભ સ્થિતિમાં હોય તમારા જીવનમાં સમજો કોઈને કોઈ તકલીફ તો રહેવાની જ. શનિના પ્રભાવથી બચવા જાતકે ન્યાયના દેવતા ગણાતા એવા શનિદેવ માટે કેટલાક ખાસ ઉપાય કરી લેવા જોઈએ. કુંડળીમાં શનિદેવને મજબૂત કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જ્યોતિષમાં શનિને ઠંડો ગ્રહ માનવામાં આવ્યો છે, જે બીમારી, શોક અને આળસનો કારક છે. પણ જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભની તરફ લઈ જનારો અને ધ્યાન અને મોક્ષ આપનારો છે. સાથે જ કેરિયને ઊંચાઈઓ પર લઈ જાય છે. લોકોમાં શનિને લઈને જુદી જુદી માન્યતા છે. ઘણા લોકોનું માનવુ છે એ શનિ દેવનુ કામ ફક્ત મુશ્કેલીઓ આપવી અનેલોકોના કામમાં વિઘ્ન ઉભુ કરવાનુ છે. પણ શાસ્ત્રો મુજબ શનિ દેવ પરિક્ષા લેવામાં એક બાજુ મુશ્કેલીઓ ઉભી કરે છે, તો બીજી બાજુ ખુશ થતા તેઓ સૌથી મોટા હિતેચ્છુ પણ સાબિત થાય છે.

પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે.

દા.ત. ભગવાન શ્રીરામને શનિની સાડાસાતીમાં વનવાસ ભોગવવો પડયો, રાવણ ઉપર શનિની ક્રૂર દૃષ્ટિ પડતાં લંકા વિનાશ; રાજા હરિશ્ચંદ્રને સ્ત્રી, પુત્ર, રાજપાટવિયોગ; નળરાજાનું પતન તથા વિક્રમાદિત્ય ઉપર ક્રૂર દૃષ્ટિ શનિની પડતાં સાડાસાતીમાં રાજગાદી ભ્રષ્ટ થઇ.

શનિદેવની કૃપા મેળવવા કરો આ ઉપાય
સંધ્યા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પવનપુત્ર હનુમાનને બેસનનો લાડૂ ભોગ રૂપે ધરાવો. કાળી ગાયને રોટલી અને ગોળ ખવડાવો. શનિવારે ગૌમાતાની સેવા કરો. ગાયને બુંદીનો લાડૂ ભોગ રૂપે ધરાવો. શનિવારે બજરંગબલીની પૂજા કરો. સૂર્યાસ્ત પહેલા વડ કે પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીપક ધરાવો. જમતા પહેલા થાળીમાંથી દરેક વસ્તુઓ એક બાજુ કાઢી રાખો અને જમ્યા પછી ગાયને ખવડાવી દો. કાગડાઓને ગાઠીયા ખવડાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular