Thursday, April 18, 2024
Homeસની દેઓલ ભાજપમાં જોડાયા, વિનોદ ખન્નાની સીટ પરથી લડી શકે છે ચૂંટણી
Array

સની દેઓલ ભાજપમાં જોડાયા, વિનોદ ખન્નાની સીટ પરથી લડી શકે છે ચૂંટણી

- Advertisement -

બોલિવુડ એક્ટર સની દેઓલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ચૂક્યા છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની દેઓલ પાર્ટીમાં જોડાયા. પાર્ટી હેડક્વોર્ટરમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમણે પાર્ટીમાં શામેલ થયાની પર્ચી આપીને ફૂલનું બૂકે આપી તેમનુ સ્વાગત કર્યુ. માનવામાં આવી રહ્યુ છે કે, ભાજપ તેમણે ગુરદાસપુરની ટિકિટ આપી શકે છે.

આ પ્રંસગે કેન્દ્રીય મંત્રી પીપૂષ ગોયલે કહ્યુ કે, ”ઘણા વર્ષોથી પારિવારિક સંબંધ હવે રાજનીતિક સંબંધ બનવા જઇ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીના સાંસદ હતા, તેમના પુત્ર પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનીતિક છાપ બનાવશે તેવો અમને વિશ્વાસ છે.”

સની દેઓલે ભાજપમાં જોડાયા પછી કહ્યુ કે, ”મારા પપ્પા અટલજીની સાથે જોડાયા હતા, આજે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માટે આવ્યુ છું. હું ઇચ્છુ છું કે, આગામી 5 વર્ષ પણ તે સત્તામાં આવે, હજુ આગળ વધવાનું છે. જે યૂથ છે તેમણે મોદી જેવા લોકોની જરૂર છે. આ પરિવારથી જોડાયા પછી હું જે કંઇ પણ કરી શકુ છું તે ચોક્કસથી કરીશું. કામ કરીને બતાવીશ.”

ગુરદાસપુરની સીટ કેમ છે ખાસ:

પજાંબમાં ભારતીય જનતા પાર્ટી અકાળી દળની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. અહીંયા 13 લોકસભા સીટમાંથી ભાજપને ગુરદાસપુર, અમૃતસર અને હોશિયારપુરથી ઉમેદવાર ઉભા રાખવાના છે. બાકી સીટ પર અકાળી દરના ઉમેદવાર ઉભા રહેશે,એવામાં આ 3 સીટ પર તમામ લોકોની નજર હતી. ભાજપે રવિવારે અમૃતસર પરથી હરદીપ પુરીના નામની જાહેરાત કરી હતી પરંતુ હોશિયારપુર અને ગુરદાસપુરની સીટ પર કોઇ  ઉમેદવારને જાહેરાત કરી ન હતી.

2014માં ગુરદાસપુર સીટ જીત્યા હતા વિનોદ ખન્ના:

આ સીટ વિનોદ ખન્નાના નિધન પછી ખાલી છે. ગત વર્ષે 27 એપ્રિલના વિનોદ ખન્નાનું નિધન થયુ હતુ, તેમની પત્ની કવિતાના નામ પર પણ ચર્ચા હતા. વિનોદ ખન્ના 1997માં ભાજપમાં શામેલ થયા હતા. 1998માં ગુરુદાસપુરમાં પહેલી વખત ચૂંટણી લડી અને જીત્યા પણ. 1999 અને 2004માં પણ વિનોદ ખન્નાએ જીત મેળવી. 2009માં ભલે સીટ ગુમાવવી પડી પરંતુ 2014માં મોદી લહરમાં ફરી એક વખત તેઓ ગુરદાસપુરના સાસંદ બન્યા.

2011ની જનસંખ્યા અનુસાર, ગુરદાસપુર જિલ્લા પજાંબના તમામ જિલ્લામાં ત્રીજા નંબર પર સૌથી વધારે જનસંખ્યાવાળો જિલ્લો છે. અહીંયા 31% શહેરી વસ્તી છે. અહીંયાની જનસંખ્યા 22 લાખથી વધારે છે અને સાક્ષરતાદર 79% થી વધારે છે. આ જિલ્લાની સ્થાપના 17મી સદીમાં ગુરિયાજી કરી હતી જેથી તેનુ નામ ગુરદાસપુર પડ્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular