- Advertisement -
રાજકોટ: શહેરના દૂધ સાગર ડેરી વિસ્તારમાં થોડા દિવસો પહેલા ત્રણ શખ્સોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણ શખ્સો લાલો ઉર્ફે ઇમ્તીયાઝ અને તેના બે સાગરીતો શેહજાદ અને ઇમરાનની ધરપકડ કરી હતી. પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસે લઇ જઇ ત્રણેય શખ્સોનું સરઘસ કાઢી જાહેરમાં કાયદાનું ભાન કરાવી સરભરા કરી હતી. તેમજ બે હાથ જોડાવી લોકો પાસે માફી મગાવી હતી.