Friday, March 29, 2024
Homeસુરતના વરિષ્ઠ અધિકારીએ ઘરે જ જમીનનો વહીવટ કર્યો હતો, CPએ આદેશ આપ્યો...
Array

સુરતના વરિષ્ઠ અધિકારીએ ઘરે જ જમીનનો વહીવટ કર્યો હતો, CPએ આદેશ આપ્યો ‘ઘરે મિટિંગ ન કરો’

- Advertisement -

સુરત: શહેર પોલીસમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓમાંથી કેટલાક અધિકારીઓ જમીનના મામલે બન્ને પાર્ટીને પોતાના ઘરે બોલાવી મીટિંગ કરતા હોવાની વાત પોલીસ કમિશનર સુધી પહોંચતાં પોલીસ કમિશનર ખફા થઈ ગયા હતા અને શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો આદેશ લેખિતમાં જાહેર કર્યો છે. જેમાં કોઈ પણ અધિકારીએ જમીનના મામલે ઘરે કે ઓફિસમાં બન્ને પાર્ટીને બોલાવીને મીટિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે!

પોલીસ કમિશનરે લેખિતમાં આદેશ કર્યો
વાત કંઇક એમ છે કે એક વ્યક્તિએ જમીનના મામલે ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિને એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ પોતાના ઘરે બોલાવી વરિષ્ઠ અધિકારીએ ખખડાવી હતો. એ ફરિયાદી વ્યક્તિએ બીજા દિવસે પોલીસ કમિશનરને આ બાબતની રજૂઆત કરી હતી, ત્યારબાદ પોલીસ કમિશનરે લેખિતમાં આદેશ કર્યો હતો.
પોલીસ કમિશનરે આ આદેશો આપ્યા
પોલીસ કમિશનરે લેખિતમાં જે આદેશો આપ્યા તેમાં જણાવાયું છે કે, કોઇ પણ અધિકારીએ જમીનના મુદ્દે ઘરે કે ઓફિસે મીટિંગ કરવી નહીં. જમીનના મામલે બન્ને પાર્ટી વચ્ચે મીટિંગ કરી સમાધાન કરાવવાનું કામ પોલીસનું નથી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે. કોઈ એક પાર્ટીનો પક્ષ લઈ બીજી પાર્ટીને ખખડાવવાનું કામ પોલીસે કરવાનું નથી.
મારા સુધી રજૂઆત આવતા આદેશ કર્યો છે
જમીનના મામલે એક અધિકારીએ ઘરે મીટિંગ કર્યાની રજૂઆત મારા સુધી પહોંચી એ વાતને ધ્યાને લઈ લેખિતમાં આદેશ જારી કર્યો છે.’- સતીશ શર્મા, પોલીસ કમિશનર, સુરત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular