Saturday, April 20, 2024
Homeસુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ,
Array

સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ,

- Advertisement -

એક તરફ દેશ બેટી બચાવા તરફ મહેનત કરી રહ્યો છે અને બીજી તરફ વાઇટ કોલર સામાજીક નરભક્ષીઓ દિકરીઓને ગર્ભમાં જ ખતમ કરી દેવાના કારસા કરી રહ્યો છે. દેશમાં ગર્ભ પરીક્ષણ કરવુ તે એક ગુનો છે. છતા ઘણા ડૉક્ટરો થોડા પૈસાની લાલચમાં આ ગુનો કરતા હોય છે. તાજેતરમાં આવો એક કિસ્સો ગુજરાતનાં સુરત શહેરમાં જોવા મળ્યો છે. જ્યા એક હોસ્પિટલમાં આ પ્રકારનું ગર્ભ પરીક્ષણ કરવામાં આવતુ હોવાનુ જાણવા મળ્યુ છે.

ડૉક્ટરને આપણા દેશમાં ઇજ્જતથી જોવામાં આવે છે. પરંતુ ઘણા એવા ડૉક્ટર પણ સામે આવે છે કે આ ઇજ્જતનાં ખરા હકદાર નથી. કિસ્સો સુરતનો છે જ્યા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણનો કિસ્સો સામે આવ્યો છે. અહી આવેલી જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું સામે આવતાં હેલ્થ કેર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન એક સોનોગ્રાફી મશીન પણ મળી આવ્યું હતું. જેના મારફતે આ ગુનો કર્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular