Friday, March 29, 2024
Homeસુરત : કપરાડા ના ડુંગર પર થી ઈજાગ્રસ્ત હાલતમાં મળી યુવતી,
Array

સુરત : કપરાડા ના ડુંગર પર થી ઈજાગ્રસ્ત હાલતમાં મળી યુવતી,

- Advertisement -

સુરતઃ કપરાડાના ટીતુમાર ગામના ડુંગર પરથી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવેલી અજાણી યુવતીને લઈ પોલીસ દોડતી થઈ ગઈ છે. વલસાડ સિવિલ હોસ્પિટલથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી યુવતીની ઓળખ ના થાય એ રીતે એની ઉપર હુમલો કરી માથા, મોઢા અને શરીર પરથી નિર્દય રીતે માર મરાયા હોવાના નિશાન મળી આવતા તબીબો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. ઘટના સ્થળેથી તોડી નખાયેલા અને ફેંકી દેવાયેલો પોલીસને મોબાઈલ ફોન મળી આવતા તેના મેમરી કાર્ડમાંથી યુવતીના અનેક ફોટો મળી આવ્યા છે. યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાની શંકાને લઈ પોલીસ ઇજાગ્રસ્ત યુવતીને સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ વિભાગમાં દાખલ કરી નિષ્ણાંત તબીબોનો અભિપ્રાય માગ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular