Tuesday, April 16, 2024
Homeસુરત : લગ્નપ્રસંગમાં જવા મેકઅપ કરાવ્યો, મોં ધોતાં ચહેરાની ચામડી ઊતરી ગઈ!
Array

સુરત : લગ્નપ્રસંગમાં જવા મેકઅપ કરાવ્યો, મોં ધોતાં ચહેરાની ચામડી ઊતરી ગઈ!

- Advertisement -

સુરત : મામાની દીકરીના લગ્નમાં બ્યુટીપાર્લરવાળી પાસે મેકઅપ કરાવ્યા બાદ મામાની દીકરીનું અણવરી તરીકે સુરત મામાની દીકરીના સાસરે ગયેલી સગીરાએ મેકઅપવાળું મોં ધોતાં રીએક્સન આવતાં ચહેરા અને હાથના કેટલાક ભાગો પરથી ચામડી ઉતરી ગઈ હતી, તેમજ સોજો ચઢી ગયો હતો. જેથી સગીરાને તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. 8 દિવસથી સગીરા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જે અંગે સગીરાએ મેકઅપ કરવાવાળી મહિલા પર આરોપ લગાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યો

મૂળ ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતા અને કોસંબા ખાતે પિયરમાં ભાઈની છોકરી લગ્ન હતાં. પોતાની બે દીકરી સાથે 26મી મેના રોજ લગ્નમાં આવ્યા હતાં. ભાઈની છોકરીના લગ્ન હોય માતાએ પોતાનો અને પોતાની બે દીકરીનો મેકઅપ કરવા માટે પોતાની નણંદની કહ્યું હતું. તેણે સુરતની એક બ્યુટીશિયન મહિલાનો નંબર આવ્યો હતો. આ મોટી દીકરીએ મેકઅપ કરવા માટે બ્યુટીશિયન મહિલાનો સંપર્ક કર્યો હતો, અને તેનો કોસંબા આવવા માટે જણાવ્યું હતું. જેથી એક બ્યુટીશિયન કોસંબા ખાતે આવી હતી. ત્યાં ત્રણે માતા દીકરીનો મેકઅપ કર્યો હતો. મેકઅપ બાદ ત્રણે માં -દીકરીએ લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યો હતો.

ચહેરા પર સોજો ચઢી ગયો

લગ્ન પૂર્ણ થઈ જતાં નાની દીકરી રિવાજ પ્રમાણે અરવરી તરીકે મામાની દીકરીના સાસરે સુરત ગઈ હતી. જ્યાં મામાની દીકરીના સાસરે જઈને સગીરાએ પોતાનું મોં ધોતાં ચહેરા પરની ચામડી તેમજ હાથ પરની ચામડી ઉતરી ગઈ હતી, અને તેના ચહેરા પર સોજો ચઢી ગયો હતો જેના કારણે સગીરાથી બોલી પણ શકાતું ન હતું. હાલત ખરાબ થઈ હતી. તેથી સગીરાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી આઈસીયુમાં રાખવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સગીરાનો પરિવાર તાત્કાલિક સુરત ખાતે પહોંચી ગયો હતો.

પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી

સગીરાને મોં પરના કેટલાક હિસ્સા પરથી ચામડી નીકળી ગઈ હતી. અને હાથના કેટલાક હિસ્સા પરથી ચામડી નીકળી ગઈ હતી. સગીરાના આખા ચહેરા પર સોજો આવી ગયો હોય. બીજી બાજુ કોસંબા પોલીસે આ અંગે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મેકઅપ કરવા આવેલી બહેનને છોડશો નહીં : સગીરા

ભોગ બનનાર સગીરાથી બોલી શકાતુ ન હોય તેણે પોતાની આપવિતી લખીને જણાવ્યું હતું. કે મારો મેક અપ કરવા આવેલ તે બહેનને છોડશો નહીં. આ બહેનને મને કાળી દીધી છે. અને તમે આ બહેનને મારજો અને મને પણ સાથે લઈ જજો’ આમ સગીરાએ મેકઅપ બાદ મોઢા પરથી ચામડી ઉતરી જઈ સોજો ચઢી જતા પોતાની દુર્દશા માટે મેકઅપ આર્ટિસને દોષીત ઠેરાવી તેની સામે કાર્યવાહી માંગ કરી છે.

પરિવારે શંકા વ્યક્ત કરી

કોસંબા ખાતે લગ્નમાં સગીરાને મેકઅપ બાદ સગીરાને યોગ્ય મેકઅપ ન કરતાં તે રડવા માંડી હતી. જેથી બ્યુટીપાર્લરવાળીને મોકલનાર તેમના નણંદને ફોન કરી તે અંગે જણાવ્યું હતું. જેથી નણંદે બ્યુટીપાર્લર વચ્ચે બોલાચાલી થઈ હતી. મેકઅપ કરવા આવેલી બહેને બીજીવાર મેકઅપ કરવાની ના પાડી હતી. અને પોતાના ચાર્જના 3500 રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ આ લોકોએ જણાવ્યું હતું કે નાની દીકરીનો ફરી મેકઅપ કરી આપશે તો જ અમે તને પૈસા આપીશું. જેથી મેકઅપવાળીએ ગુસ્સામાં આવી તેને ખુરસીમાં બેસાડી તેના ચહેરા પર મેકઅપ કરી દીધો હતો. ત્યારબાદ જણાવ્યું હતું કે હું તમારી નણંદને ઓળખતી નથી. બીજી એક મેકઅપવાળી બહેનના કહેવાથી આવી છું. આ ઘટનાથી પરિવારે શંકા વ્યક્ત કરી છે અને ફરિયાદમાં વિગત જણાવી છે.

ઘટના અંગે ડોક્ટરોનો અભિપ્રાય માંગ્યો

પોલીસના જણાવ્યા મુજબ આ સગીરાને મેકઅપને કારણે રિએકશન થયું છે કે કેમ અથવા બ્યુટીશિયન દ્વારા જાણી જોઈને આ કૃત્યુ થયું છે કે કેમ તે અંગે ડોક્ટરોનો અભિપ્રાય માંગ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular