Friday, April 19, 2024
Homeસુરત 14માં ક્રમે આવ્યું પણ ઘન કચરાના નિકાલમાં પહેલાં નંબરે આવ્યું :...
Array

સુરત 14માં ક્રમે આવ્યું પણ ઘન કચરાના નિકાલમાં પહેલાં નંબરે આવ્યું : સ્વચ્છતા સર્વે

- Advertisement -

સુરત: દેશભરમાં સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ આજે બુધવારે જાહેર થયું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરત મહાપાલિકાએ જુદા જુદા પ્રોજેક્ટોથી લઈ કન્ટેનર ફ્રી સિટી બનાવ્યું છે. જોકે, ગત વર્ષે રહેલા 14માં ક્રમાંકે રહેલા સુરતે 14મો ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે કન્ટેનર ફ્રી સિટી બનાવવાના કારણે ઘન કચરાના નિકાલમાં પહેલાં નંબરે રહ્યું છે.

3860 સ્કોર કર્યો
ગત વર્ષોમાં ટોટલ માર્કસ 4 હજાર હતાં અને શહેરો પણ ઓછા હતાં ત્યારે 2019માં 5 હજાર માર્કસ અને દેશના તમામ શહેરોનું સર્વેક્ષણ કરાયું છે. સાથે સ્ટાર રેટિંગ રાખવામાં આવ્યાં છે. જેમાં સુરતે 14માં ક્રમાંક સાથે 3860.66 સ્કોર કર્યો છે.
ક્રાઈટેરિયા પ્રમાણે કામગીરી
પાલિકાએ વર્ષ 2019ના સર્વેમાં ટોઇલેટ, સ્માર્ટ ટોઇલેટ સહિત શૌચમુક્ત શહેરની કામગીરીમાં ઓડીએફ પ્લસ અને ઓડીએફ ડબલ પ્લસ સર્ટીફિકેટ પ્રાપ્ત કર્યું છે. થ્રી સ્ટાર રેટિંગ મેળવી 7 સ્ટાર રેટિંગ પણ મળી રહે તે પ્રકારની કામગીરી કરી છે. 2019માં કુલ માર્કસ 5 હજાર છે. તેમાં, 25 ટકા સર્ટિફિકેશનના 1250 માર્કસ તેમાં 20 ટકા સ્ટાર રેટિંગ, 5 ટકા ઓડીએફપ્લસ-ડબલપ્લસ, 25 ટકા ડાયરેક્ટ ઓબ્ઝરવેશન 1250 માર્કસ, 25 ટકા સર્વિસ લેવલ પ્રોગ્રેસ 1250 માર્કસ, 25 ટકા સિટિઝન ફિડબેક 1250 માર્કસ રાખવામાં આવ્યા હતા.
સ્વચ્છતામાં માટે કંઈ કામગીરીઓ કરી
  • દિવસ-બપોર-રાત્રી સફાઈ, બ્રીજ સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ તેમાં, કલેકશનની ગાડીઓમાં આરએફઆઈડી અને જીપીએસ થકી સ્મેક સેન્ટરથી ગાડીઓનું લાઈવ ટ્રેકિંગ મોનીટરીંગ-સુપરવિઝન , કન્ટેનર મુક્ત શહેર કરાયું, ક્વિક રિસ્પોન્સ ટીમ, ન્યુસન્સ ડિટેકશન સ્કવોડ, ગાર્ડન વેસ્ટ કલેકશન માટે ટોલ ફ્રી નંબર 1800-123-8000ની શરૂઆત કરાઈ.
  • શહેરમાં દૈનિક 1800 મેટ્રિક ટન કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ થકી ટ્રાન્સફર સ્ટેશન ખાતે મોકલવામાં આવે છે. ટ્રાન્સફર સ્ટેશનથી અંદાજીત 650 ટન સુકો કચરો એમઆરએફ સેન્ટર ખાતે વિવિધ કેટેગરી જેવી કે ગ્લાસ, મેટલ, પ્લાસ્ટિક તથા અન્ય સુકો કચરો છુટો પાડવામાં આવે છે.
  • ટ્રાન્સફર સ્ટેશનથી ભીનો કચરો ખજોદ પ્રોસેસીંગ માટે લઈ જઈ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે.
  • શહેરમાં દૈનિક 20 મે.ટન પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ માટે ભટાર ખાતે રીસાયકલીંગ માટે મોકલાઈ છે.
  • 300 મે.ટેન કેપેસીટી ધરાવતાં કન્ટ્રકશન એન્ડ ડીમોલિશન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ કોસાડ ખાતે મોકલવામાં આવે છે.
ક્યાં ક્યાં કચાશ રહી ગઈ
  • શહેરમાં રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોમાં જાગૃતતા ઓછી હોય અને ભાષાના અવરોધને પગલે સફળતામાં અવરોધ.
  • લિંબાયત-કાદરશાની નાળ ઉધના,કતારગામ જીઆઈડીસી, કાપોદ્રા-પુણા સહિતના સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતાને લઈ જાગૃતિનો સદંતર અભાવ.
  • ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (ઓડબલ્યુસી) મોટી સોસાયટીઓમાં-એપાર્ટમેન્ટમાં કે રેસ્ટોરંટોમાં મુકવા અને મેન્ટેનન્સનો અભાવ.
  • ખાડી શુદ્ધિકરણ અને સ્લમ વિસ્તારોમાં ઈન્ફર્મેશન એજ્યુકેશન ચેન્જ એક્ટીવીટી કરાઈ છે છતાં જાગૃતિ નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular