સ્વાઈન ફ્લૂના કહેર સામે પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થા કરાઈ છે,, ચાલુ વર્ષે બે પોઝિટેવ કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા છે, જેના સામે પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
હાલ સમગ્ર રાજ્યમાં સિઝનલ ફ્લૂએ માથુ ઉચક્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચાલુ વર્ષે બે કેસ પોઝિટિવ નોંધાયા છે,,, જે પૈકી એક દર્દી સારવાર હેઠળ છે ત્યારે અન્ય દર્દીને રજા અપાઈ છે,,, ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના કુલ પાંચ કેસ શંકાસ્પદ નોંધાયા હતા, જેમાંથી બે કેસ પોઝિટિવ આવતા સારવાર આપવામાં આવી હતી,,, આ સાથે જ સ્વાઈન ફ્લૂને લઇને જિલ્લામાં કુલ પાંચ હોસ્પિટલમાં પા્ંચ આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ છે,,, જ્યારે પાંચ જેટલા વેન્ટિલેટરની પણ વ્યવસ્થા સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કરાઈ છે,,, ગત વર્ષે અરવલ્લી જિલ્લામાં કુલ પચ્ચીસ જેટલા સિઝનલ ફ્લૂ નોંધાયા હતા, જે પૈકી કુલ ત્રણ લોકોના મોત થયા હતા,,, સ્વાઈન ફ્લૂથી બચવા માટે ભીડભાડ વાળા વિસ્તારમાં ન જવા જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને અપીલ કરી છે,,, બાઈટ – ડૉ.અમરનાથ વર્મા, જિલ્લા આરોગ્ય અધિકારી