Friday, April 19, 2024
Homeહળવદ / વાડાની માલિકી નક્કી કરવા સત્યના પારખા, મહિલાના ઉકળતા તેલમાં હાથ...
Array

હળવદ / વાડાની માલિકી નક્કી કરવા સત્યના પારખા, મહિલાના ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા

- Advertisement -

  • CN24NEWS-18/06/2019
  • હળવદના ચુપણી ગામે વાડાની માલિકી મુદ્દે બે પાડોશી વચ્ચે ઝઘડો
  • હળવદઃ 21મી સદીમાં પણ દેશના મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. આજે હળવદના ચુપણી ગામે એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા માટે સત્યના પારખા કરવામાં આવ્યા હતા. આ સત્યના પારખા કરવા લક્ષ્મી બહેન ગેલાભાઈ ભરવાડ નામની એક મહિલાનો હાથ ઉકળતા તેલમાં નાંખવામાં આવ્યો હતો. જેને પગલે આ મહિલા ગંભીર રીતે દાઝી જતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.રૈયા ભરવાડ નામના ભાઈએ ઉપાય સૂચવ્યો
    આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચુપણી ગામે બાજુ બાજુમાં રહેતા રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે તેમના મકાનની બાજુમાં આવેલા સરકારી જમીનનો વાડો છે. આ વાડાની માલિકી મામલે રૈયાભાઈ કાળાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. જેને પગલે ગેલાભાઈના પુત્રએ આ વિવાદિત વાડામાં પોતાના પશુ બાંધતા રૈયાભાઈએ આ વાળો આમારો છે તેવું કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.ત્યાર બાદ વાડાની માલિકીનો મુદ્દાનો ઉકેલ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સૂચવ્યો હતો. આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબહેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ હાથે અને પગે દાઝી ગયા હતા.બન્ને પરિવારે સામ સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરી
    અંધશ્રદ્ધનો આ મામલો બહાર આવતા સમગ્ર સમાજમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે અને આ બાબતે ગેલાભાઈએ હળવદ પોલીસમાં અરજી કરી હતી. જેથી બચાવ માટે સામે પક્ષે રૈયાભાઈએ પણ હળવદ પોલીસમાં અરજી કરી હતી. જેને પગલે હળવદ પોલોસે બન્નેની સામસામી અરજી લઈને તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular