Friday, March 29, 2024
Homeહિમાલયમાં ફરી એકવાર મળ્યા હિમમાનવના પુરાવા, શું ખરેખર છે યેતીનું અસ્તિત્વ?
Array

હિમાલયમાં ફરી એકવાર મળ્યા હિમમાનવના પુરાવા, શું ખરેખર છે યેતીનું અસ્તિત્વ?

- Advertisement -

શું ધરતી પર હિમ માનવ કે યેતીનું અસ્તિત્વ ખરેખર છે? હિમાલય પર મહામાનવના અસ્તિત્વનો વર્ષો જૂનો સવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભારતીય સેનાએ કેટલાક ફોટોગ્રાફ્સ ટ્વીટ કર્યા છે. જેમાં વિશાળકાય પગના નિશાન દેખાઈ રહ્યા છે.

ભારતીય સેના કરેલાં ટ્વીટના ફોટોગ્રાફ્સમાં વિશાળકાય પગના નિશાન દેખાઈ રહ્યા છે. આ નિશાન આકારમાં 32 ઈંચ લાંબા અને 15 ઈંચ પહોળા છે, જે અસામાન્ય છે. આ માધ્યમથી ભારતીય સેનાએ હિમાલયમાં હિમમાનવના અસ્તિત્વ અંગે સંકેત આપી દિધા છે.

બરફ પર પગના નિશાન નેપાળ પાસે મકાલૂ બેસ કેમ્પ પાસેથી મળ્યા છે…આ પ્રથમ વાર નથી કે બરફમાં આ નિશાનો એ હિમાલયમાં હિમમાનવના સંકેત આપ્યા હોય. વિશ્વના રહસ્યમય પ્રાણીઓમાં એક યેતીની કહાની હજારો વર્ષ જૂની છે. અનેક વખત તેને જોવાની ખબરો પણ મળી છે. તો લદ્દાખમાં કેટલાક બૌદ્ધ મઠોએ પણ દાવો કર્યો હતો કે તેમને હિમમાનવને જોયો છે.

તો સંશોધનકર્તાઓએ હિમમાનવને મનુષ્ય નહીં પણ ધ્રુવીય અને ભૂરા ભાલૂના ક્રોસ બ્રીડ એટલે કે સંકર જાતિ ગણાવી છે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, યેતી એક વિશાળકાય જીવ છે. જેનો ચહેરો કપિરાજ જેવો હોય છે, પરંતુ તે મનુષ્યની જેમ બે પગથી ચાલે છે. આ પૂર્વે 1921માં વિશાળકાય પગલાં મળતાં હલચલ મચી ગઈ હતી. તો ત્યાર બાદ 1925, 1951, 1986, 2007 અને 2011માં પગલાના નિશાન મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular