02/07/2019 રાશિફળ

0
54

મેષ રાશિ –

પોઝિટિવ- આજે દરેક સ્થિતિમાં તમારી જાતને સંભાળી શકશો. જૂની મુશ્કેલીનું સમાધાન નિકળશે. પરિવારના કોઈ સભ્યના જીવનમાં બદલાવ આવવાના યોગ છે. મનની ભાવનાઓ વ્યક્ત કરવામાં સંકોચ ન કરો. જવાબદારીવાળું કામ તમને મળી શકે છે. પરિવાર સાથે સમય પસાર થશે.

નેગેટિવ- કામ અધૂરું હોવાના કારણે તમારો ડર વધશે. લવ લાઈફમાં લાપરવાહીના કારણે સંબંધો બગડી શકે છે. તમારા વ્યવહારના કારણે પ્રેમી માટે મુશ્કલ સ્થિતિ સર્જાશે. ભાગદોડ રહેશે.

ફેમિલી- પાર્ટનરના સહકારથી ખુશીઓ મળશે.

લવ- પ્રેમી સાથેના વિવાદનો ઉકેલ લાવવાનો સમય છે. પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે.

કરિયર- નોકરીમાં દિવસ ઠીક ઠીક રહેશે. ધનલાભ થશે. ખર્ચ પણ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- પિત્તની પરેશાની થઈ શકે છે. જૂની બીમારીમાંથી છૂટકારો મળી શકે છે.

શું કરવું- સિંદૂરમાં ચમેલીનું તેલ લગાવીને હનુમાનજીને ચઢાવવું.

……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- તમને કોઈની અચાનક મદદ મળી શકે છે. પૈસા કમાવવાની નવી તક મળી શકે છે. દરેક સમસ્યાનું સમાધાન તમને મળી શકે છે. લોકોની વાતને સમજવાની કોશિશ કરો તો તમારા માટે સારું છે. યાત્રાના યોગ બની રહ્યા છે. કોર્ટ કચેરીમાં સફળતાના મળવાના યોગ છે. નવા બિઝનેસનું વિચારી શકો છો.

નેગેટિવ- આજે સાવધાન રહેવું. કોઈ નજીકની વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે. મનની વાતને કહેવામાં સંકોચ કરવો નહીં. ખોટું કામ કરવું નહીં. ખર્ચ વધી શકે છે.

ફેમિલી- પાર્ટનરને પરેશાન ન કરો.

લવ- પ્રેમ સંબંધ માટે દિવસ ઠીક ઠીક છે.

કરિયર- નોકરિયાતવર્ગે ધીરજથી કામ કરવું. ઓફિસમાં બિનજરૂરી વિવાદ ન કરવો. રોકાણ માટે દિવસ ઠીક ઠીક છે.

હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.

શું કરવું- ગરીબની મદદ કરવી.

…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- તમારી આવકમાં વધારો થશે. દિવસ સારો રહેશે. તમે ઈચ્છો છો તે કામ ઓછી મહેનતમાં પૂરું થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારી સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. જૂનો મિત્ર તમને મદદ કરી શકે છે. મનની વાત કોઈને કહેવાની તક જતી ન કરવી. દિવસ સારી રીતે પસાર થશે.

નેગેટિવ- અમુક લોકો તમારા હેતુને ખોટો સમજી શકે છે. પૈસાની બાબતમાં કોઈ સાથે આંખ બંધ કરી વિશ્વાસ કરવો નહીં. મોટી ખરીદી કરવાનું મન બનાવી શકો છો. ખર્ચ વધી શકે છે. લોકોની વાતમાં આવવાથી નુકસાન થઈ શકે છે.

ફેમિલી- તમારા સહકારથી પાર્ટનરના અટવાયેલા કામ પૂરા થશે.

લવ- તમારી લવ લાઈફ સારી રહેસે.

કરિયર- કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ફાયદો થશે. કામમાં તમારું મન લાગશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- પેટ સંબંધી બીમારી થઈ શકે છે.

શું કરવું- ગાયને ઘાસ ખવડાવવું.

………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- ગોચર કુંડળીમાં 11માં ભાવમાં ચંદ્રમાં હોવાથી તમને ફાયદો થશે. તમારી આવક પણ વધશે. કામમાં એકાગ્રતા વધશે. મોટા અધિકારીઓનું સન્માન મળશે. તમારી જવાબદારીને નિભાવશો. લોકોની નજર તમારા ઉપર રહેશે. રહસ્યની વાત તમને જાણવા મળી શકે છે. મુશ્કેલ કામમાં સહાયતા મળવાથી તમને રાહત થશે.

નેગેટિવ- પરીવારની જરૂરીયાતને લઈને સાવધાન રહેવું. મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ ન રાખવી. તમારા નિર્ણય ઉપર તમને શંકા થઈ શકે છે. તમને મળનાર પ્રેમના પ્રસ્તાવથી સાવધાન રહેવું. તમારા રહસ્યને કોઈને ન જણાવો.

ફેમિલી- પાર્ટનરને લઈને તમારા મનમાં ખાસ વિચાર આવશે. પાર્ટનર સાથે દિવસ સારો વિતશે. જીવનસાથી સાથે સંબંધ મધુર બનશે.

લવ- પ્રેમીઓ માટે દિવસ સારો નથી.

કરિયર- પ્રોફેશનલ લાઈફ માટે દિવસ શુભ રહેશે. નોકરી-બિઝનેસ બન્નેમાં આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને મહેનત કરવાથી સફળતા મળશે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

શું કરવું- માતા-પિતાનું સન્માન કરવું.

……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- આજે ગોચર કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ સારી હોવાથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. નવી તક માટે તૈયાર રહેવું. તમારા કામના વખાણ થશે. સારા સમાચાર મળી શકે છે. સામાજિક કામમાં સફળતા મળશે. પ્રેમની શરૂઆત થઈ શકે છે. સરકારી કામ કરનારનો સંપર્ક થઈ શકે છે. સરકારી કર્મચારીના અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. મુસીબતમાં ફસાયેલી વ્યક્તિની મદદ કરી શકો છો.

નેગેટિવ-તમારું મન થોડું અસ્થિર થઈ શકે છે. કોઈ ઓફર ઉપર તરત નિર્ણય કરવાથી બચવું. તમારા મનમાં વારંવાર વિરોધાભાસી વાતો આવી શકે છે. કામમાં મન લાગશે નહીં. જેની અસર તમારી જવાબદારીઓ ઉપર પડશે. ઉત્સાહમાં આવીને કોઈ નવી શરૂઆત કરવી નહીં.

ફેમિલી-દિવસ સારો રહેશે. પાર્ટનરનો સહકાર મળશે. ધનલાભ પણ થશે.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- બિઝનસમાં અટવાયેલા પૈસા પરત આવી શકે છે. અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે. વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં સારી સફળતા મળશે.

હેલ્થ- પેટ સંબંધી બીમારી થઈ શકે છે.

શું કરવું- ભગવાન શિવની ઉપાસના કરવી.


……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- ગોચર કુંડળીમાં ચંદ્રમા તમારી રાશિ માટે સારી સ્થિતિમાં છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામથી ફાયદો થશે. અચાનક ધનલાભ થશે. બિઝનેસ અને નોકરીમાં સફળતા મળશે. કામનું ભારણ રહેશે. પૈસાની સ્થિતિને સુધારવા માટે તક મળશે. બીજા લોકોને ખુશ કરવા માટે ખર્ચ થશે. મિત્રનો વ્યવહાર તમારા પ્રત્યે બદલાઈ શકે છે. કોઈ વ્યક્તિ મુશ્કેલ સ્થિતિમાં તમારી સલાહ લઈ શકે છે.

નેગેટિવ-ગુસ્સા ઉપર કાબુ રાખો. ગુસ્સાના કારણે નુકસાન થઈ શકે છે. આજે જોખમ લઈ શકો છો. પરીવારની કોઈ વ્યક્તિ મુસીબતમાં ફસાઈ શકે છે. કોઈની પ્રગતિથી તમને ઈર્ષા થઈ શકે છે.

ફેમિલી- લગ્નજીવનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે.

કરિયર- અચાનક ધનલાભથી બિઝનેસમાં નવી યોજના બની શકે છે. પ્રોફેશનલ સંબંધો મજબૂત બનશે. વિદ્યાર્થીઓને મદદ મળશે. આગળ વધશો અને સફળતા મળશે.

હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શું કરવું- ખોટું ન બોલવું.

……………………

તુલા રાશિ –

પોઝિટિવ- તમને નવો અનુભવ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવી વાત તમારી સામે આવી શકે છે. તમે એજ કરો જે તમારું મન કહે. સંતાનનું સુખ મળશે. મનની વાત નજીકની વ્યક્તિને શેર કરી શકો છો.

નેગેટિવ- ભાગીદારીમાં અને રોજિંદા કામમાં તાત્કાલિક નિર્ણય લેવાથી બચવું. સાવધાન રહેવું. એવું કામ કરવાથી બચવું જોઈએ જેમાં જોખમ હોય . કામમાં મન ઓછું લાગશે. પૈસાને લઈને કોઈ સાથે અણબનાવ થઈ શકે છે. નવી શરૂઆત માટે દિવસ સારો નથી. ભૌતિક સુવિધા પાછળ ખર્ચ થઈ શકે છે. કામનું ભારણ રહેશે. અમુક સ્થિતિ મુશ્કેલી વધારશે.

ફેમિલી- લગ્નજીવનમાં બદલાવની ઈચ્છા થશે. પાર્ટનરની ભાવનાને સમજવી.

લવ- લવ લાઈફ સારી રહેશે.

કરિયર- અધિકારીનો સહકાર ન મળવાના કારણે તમે પરેશાન રહેશો. ચિંતા વધશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઠીક ઠીક રહેશે.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું- બીજાની નિંદાથી દૂર રહેવું.

…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- તમારા ગ્રહોની સ્થિતિ સારી હોવાથી દિવસ સારો રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કામના વખાણ થશે. નોકરીમાં બઢતીના યોગ છે. પાર્ટનરનો સહકાર મળશે. ધારેલા કામ પૂરા થશે. ધનલાભ થશે.

નેગેટિવ- પૈસાની બાબતને લઈને સ્થિતિ બગડી શકે છે. ધીરજ રાખવી. સ્થિતિ મુજબ વ્યવહાર કરવો. જરૂર પડે તો સમજૂતી કરવી. જીવનસાથીને લઈ ને ચિંતા રહેશે.

ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.

લવ- પાર્ટનરનો મૂડ સારો રહેશે. તમારા મનમાં જે ચાલી રહ્યું છે તે પાર્ટનર જાણી જશે.

કરિયર- નોકરિયાત વર્ગને બઢતી મળી શકે છે. વિચારીને રોકાણ કરવું. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સફળતા મળશે નહીં.

હેલ્થ- ચિંતા રહેશે. પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું- માતાજીના મંદિરમાં લાલ ચુંદડી ચઢાવવી.

……………………..

ધન રાશિ –

પોઝિટિવ- આજે તમે સામાજિક બાબતોમાં સક્રિય રહેશો. મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી. તમારા વખાણ થશે એવું કામ કરશો. રોકાણની સારી તક તમને મળી શકે છે.

નેગેટિવ- ધારેલા કામ નહીં થવાથી પરેશાન રહેશો. ગેરસમજ થઈ શકે છે. તમારા અમુક કામ અટકી શકે છે. નજીકના વ્યક્તિ તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે. પૈસા ઉધાર લેવા પડશે. જૂના દુશ્મન તમને પરેશાન કરી શકે છે.

ફેમિલી-સંબંધોમાં સુધારો થશે.

લવ- લવ લાઈફ માટે દિવસ સારો રહેશે.

કરિયર- બિઝનેસ અને નોકરીમાં કામને લઈને વિવાદ થઈ શકે છે. કોઈ સાથે દલીલ ન કરવી. અધિકારીઓ સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- આંખની બીમારી થઈ શકે છે.

શું કરવું- ગાયને ફણગાવેલા મગ ખવડાવવા.

…………………….

મકર રાશિ –

પોઝિટિવ- આજે તમારી આવક સારી રહેશે. ખાસ કામ આજે પૂરું થશે. તમારી યોજનામાં બદલાવ આવશે. વેપારમાં ફાયદો થશે. બિઝનેસને લઈને પ્લાનિંગ કરી શકો છો. કરિયરમાં તમારી મહત્વાકાંક્ષા વધી શકે છે. યોજના બનાવવા માટે દિવસ સારો છે.

નેગેટિવ- તમારા મનમાં ઉથલ-પાથલ ચાલશે. કોઈ નવું કામ ન કરવું. પાર્ટનર સાથેના સંબંધો બગડી શકે છે. સાવધાની રાખવી.

ફેમિલી- પાર્ટનર સાથેના સંબંધો બગડી શકે છે.

લવ- લવ લાઈફને લઈને ખાસ નિર્ણય લઈ શકો છો.

કરિયર- બિઝનેસને લઈને યોજના બની શકે છે. ઓફિસમાં નવા કામમાં આગળ વધશો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- થાક લાગશે. જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શું કરવું- ચંદનનું તિલક કરવું.

…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- તમે જે કરી રહ્યા છો તે યોગ્ય દિશામાં છે. કામ ઉપર ધ્યાન આપો. રોમાન્સના નવી તક મળી શકે છે. પહેલાની સરખામણીમાં સમય સારો છે. ઘરનું વાતાવરણ સુધરશે. ઘણા લોકોનું ધ્યાન તમારા ઉપર રહેશે.

નેગેટિવ- સાવધાનીથી કામ કરવું. વધારે પડતા ઉત્સાહના કારણે કામ બગડી શકે છે. ધાર્યા પ્રમાણે સફળતા મળશે નહીં. મૂડ ખરાબ થઈ શકે છે. મનમાં અશાંત રહેશે. ગુસ્સાના કારણે કામ બગડી શકે છે.

ફેમિલી- જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- લવ-લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

કરિયર- માનસિક સંતુલન રાખવું. પ્રોફેશનલ લાઈફ ઠીક રહેશે. આર્થિક રીતે ફાયદો થશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.

શું કરવું- વારંવાર ન ખાવું.

…………………………….

મીન રાશિ –

પોઝિટિવ- આજે ચંદ્રમાના કારણે જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ અને નોકરીમાં કંઈક નવું કરી શકો છો. સંબંધોને મજબૂત બનાવશો. ઘરમાં ઉત્સવનો માહોલ છે. મિત્ર સાથે સમય પસાર કરશો. વિવાદને ઉકેલવામાં સફળતા મળશે.

નેગેટિવ- કામને પૂરું થવામાં સમય લાગી શકે છે. તમે જે કામ કરી રહ્યા છો તેનું ધારેલું ફળ મળશે નહીં. જેનાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પરીવારની જવાબદારીને નજર અંદાજ ન કરો. પૈસાનો ખર્ચ થઈ શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે.

ફેમિલી- પાર્ટનર ઉપર કોઈ દબાણ ન કરો.

લવ- પાર્ટનર સાથે મનની વાત શેર કરો.

કરિયર- બિઝનેસમાં પૈસા ફસાઈ શકે છે. સાવધાનીથી રોકાણ કરો. કામના ભારણના કારણે મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો નથી.

હેલ્થ- અપૂરતી ઊંઘના કારણે મુશ્કેલી વધશે.

શું કરવું- કોઈ મંદિરમાં ઘીનો દીવો કરવો.