Monday, May 23, 2022
Home03/07/2019 નું રાશિફળ
Array

03/07/2019 નું રાશિફળ

- Advertisement -

મેષ રાશિ –

પોઝિટિવ- અચાનક લાભ થવાના યોગ છે. આજે પૈસાની બાબતમાં તમારે ધ્યાન આપવું પડશે. નવી તક તમારી સામે આવશે. આવકનો નવો સોર્સ મળશે. આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવ- નોકરીમાં અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તમારું પ્લાનિંગ લોકો સામે જાહેર થઈ શકે છે. સ્થિતિ બગડી શકે છે. બિઝનેસ માટે કરજ લેવું પડશે.

ફેમિલી-જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

લવ- પ્રેમની બાબતમાં તમે ભાવુક રહેશો. જૂની વાતોને ભૂલી જવી.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું – પાણીમાં બે ટીપા દૂધ મેળવીને સ્નાન કરવું.

……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- આજે ચંદ્રમા ગોચર કુંડળીમાં કર્મ ભાવમાં રહેશે. તમારી મુશ્કેલી દૂર થશે. પાર્ટનર સાથે સંબંધ સુધરશે. પોતાની મહત્વાકાંક્ષા ઉપર ધ્યાન આપવું. આજે જરૂરી કામ પૂરું કરવા મહેનત કરશો. ભાગ્યનું ફળ તમને મળશે. ધીરજ રાખવી. એક સમસ્યા હલ કર્યા પછી જ બીજી સમસ્યા હાથમાં લેવી.

નેગેટિવ- મોટાભાગના લોકો તમારી વાત સાથે સહમત થશે નહીં. બળજબરીપૂર્વક કોઈ ઉપર તમારા વિચારોને થોપો નહીં. સરળતાથી કોઈ કામ પૂરું નહીં થાય. ગુસ્સો ન કરવો.

ફેમિલી- પાર્ટનરની દરેક વાત માનશો.

લવ- પાર્ટનરનું સન્માન કરવું. મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.

કરિયર- સંપત્તિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામ થશે. વેપારીઓ માટે સમય સારો છે. બિઝનસ પાર્ટનર સાથે સંબંધો સારા થશે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.

હેલ્થ- જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શું કરવું -ઘરમાં પૂજાના સ્થાને તાંબાનો કળશ ભરીને મૂકવો.

…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- જે પણ કરો તે પોતાના દમ ઉપર કરવું. તમારું ધ્યાન બીજાની વાતો ઉપર વધારે રહેશે. આજે તમે ઘણા કામ પૂરા કરવાના મૂડમાં રહેશો. સમજદારી અને સાવધાનીથી કામ કરવું. સારી તક તમને મળશે. પોતાના લક્ષ્ય અંગે વિચાર કરવો. તમને કોઈ રહસ્યની વાત જાણવા મળી શકે છે.

નેગેટિવ- મુશ્કેલ સ્થિતિ તમારી સામે આવી શકે છે. વાહનથી સંભાળવું. એક સમયે એક જગ્યાએ ધ્યાન રહેશે નહીં. આ સ્થિતિ તમારા માટે સારી નથી. સાવધાન રહેવું. મિત્ર અને ભાઈની મદદ ન મળતા પરેશાન રહેશો.

ફેમિલી- જીવનસાથીની વાતો ઉપર ધ્યાન આપવું.

લવ- પ્રેમનો એકરાર કરવા માટે સમય સારો છે.

કરિયર- બિઝનેસ માટે યાત્રા થઈ શકે છે. નવા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. મોટી મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.

હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું – સૌંદર્ય પ્રસાધનો ઉપર વધારે ખર્ચ ન કરવો.

………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- સાથે મળીને કામ કરવાનો દિવસ છે. કરિયરના વિકલ્પો ઉપર ધ્યાન આપવું. આગામી સમયમાં તમને ઈચ્છાઓ પૂરી કરવાની તક મળશે. મિત્રો તણાવ ઓછો કરશે. ઘર-જમીન સાથે જોડાયેલા જરૂરી કામ તમારી સામે આવી શકે છે.

નેગેટિવ- સાવધાન રહેવું. વિવાદ થવાના યોગ છે. ઈજા થઈ શકે છે. આજે વધારે મહેનત કરવી પડશે. પાર્ટનર ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. ભાગ્યના સથવારે રહેવું નહીં.

ફેમિલી- જીવનસાથી તરફથી ખુશીઓ મળશે. તમારો દિવસ સારો રહેશે.

લવ- પાર્ટનર સાથે જે બાબતને લઈને વિવાદ છે તે વાત વારંવાર તમારી સામે આવી શકે છે. સમસ્યાનો ઉકેલ લાવવો.

કરિયર- ખર્ચમાં વધારો થશે. બિઝનેસમાં નવું કરવાથી બચવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

હેલ્થ- કામ વધારે હોવાથી પગમાં દુખાવો થશે.

શું કરવું – સવારે ઊઠીને બોલ્યા વગર કાંટાવાળો છોડને પાણી આપવું.

……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. યાત્રા થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. નવું શીખવાની તક મળશે. નવો અનુભવ થશે. કરિયરને આગળ વધારવાની તક મળશે. મનમાં પૈસાને લઈને સવાલ રહેશે. સાવધ રહેવું.

નેગેટિવ- દુશ્મનોથી સાવધાન રહેવું. કામમાં અવરોધ આવી શકે છે. કામમાં મન લાગશે નહીં. સાથે રહેતા લોકો કોઈ વાત છૂપાવી શકે છે.

ફેમિલી- લગ્નજીવન મધુર રહેશે.

લવ- પ્રેમી સાથે સમય વિતાવવાની તક મળશે. લવ લાઈફ માટે સારો સમય છે.

કરિયર- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

હેલ્થ- ઈજા થવાના યોગ બની રહ્યા છે.

શું કરવું – હળદર, ચંદન અને કેસર મિક્સ કરી લક્ષ્મી માતાજીને તિલક કરવું.

……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- પૈસાની સમસ્યામાં સમાધાન મળશે. નવી તક તમારી સામે આવશે. મનોરંજનની તક મળશે. પ્રેમી સાથે સંબંધ મધુર બનશે. પરિવારની સમસ્યાઓ ઉકેલવા માટે સારો સમય છે. સંતાન સુખ મળશે.

નેગેટિવ- ગોચર કુંડળીમાં ચંદ્રમાં છઠ્ઠા ભાવમાં હોવાથી મુશ્કેલીભર્યો દિવસ છે. વિવાદ થશે. ભાગ્યનો સાથ ઓછો મળશે. કોઈ કામમાં વધારે જોખમ લેવું નહીં. ધારેલા કામ પૂરા થશે. સ્વાસ્થ્યની સમસ્યા રહેશે. તમારા મનમાં કોઈ શંકા હોય તેને દૂર કરવી.

ફેમિલી-સંબંધો મજબૂત બનશે. પાર્ટનરનું સન્માન કરવું.

લવ- પાર્ટનરનો મૂડ સારો રહેશે.

કરિયર- અટવાયેલા પૈસા પરત મળી શકે છે. નોકરીમાં જવાબદારી વધશે. મહેનતનું ફળ મળશે. વિદ્યાર્થીઓની ચિંતા વધશે.

હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

શું કરવું – ઘરેથી નિકળ્યા પછી પાછળ ન જોવું.

……………………

તુલા રાશિ –

પોઝિટિવ- નોકરી અને બિઝનેસમાં જૂની વ્યક્તિ ફાયદો કરાવી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. પૈસાની બાબતમાં ધ્યાન આપવું પડશે. ફોન ઉપર સતત વ્યસ્ત રહેશો. પરેશાનીને દૂર કરવા માટે સત્યનો સહારો લેવો. કોઈની મદદ મળશે. નજીકના લોકો સાથેની ગેરસમજ દૂર થઈ શકે છે.

નેગેટિવ- જવાબદારીને લઈને સાવધાન રહેવું. અવરોધ આવશે. મુશ્કેલી વધશે. જરૂરી કામ અધૂરા રહેશે. આજનું કામ આવતીકાલ ઉપર ટાળવું નહીં.

ફેમિલી- પાર્ટનર સાથે મનની વાત શેર કરશો.

લવ- પાર્ટનર માટે સમય કાઢશો.

કરિયર- અમુક કામમાં અવરોધ આવશે. જવાબદારીઓ વધશે. કોમર્સના વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે.

શું કરવું – કોઈ મંદિરમાં ઘીનો દીવો કરવો.

…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- તમારા માટે દિવસ સારો છે. જવાબદારીને ધ્યાનમાં રાખવી. અચાનક ધનલાભ થવાના યોગ છે. જૂની સમસ્યા ઉકેલાશે. પરિવારની બાબત ઉપર ધ્યાન આપવું. દરેક વ્યક્તિને સંતુષ્ટ કરવામાં સફળ થશો.

નેગેટિવ- કોઈ કામમાં ઉતાવળ ન કરવી. બીજાના કામમાં દખલ દેવી નહીં. વણમાંગી સલાહ આપવી નહીં. તમારી આદત ઉપર કાબૂ રાખવો. અમુક લોકો સાથે સંબંધ બગડી શકે છે.

ફેમિલી- પાર્ટનર ભાવુક થઈ શકે છે.

લવ- લવ લાઈફમાં જૂનો વિવાદ દૂર થશે.

કરિયર- બિઝનેસ વધશે. સંપત્તિમાં ફાયદો તશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

હેલ્થ- પેટની બીમારી પરેશાન કરી શકે છે.

શું કરવું – વરિયાળી અને ખાંડ ખાવી.

……………………..

ધન રાશિ –

પોઝિટિવ- તમારું ધ્યાન પરિવારની બાબત ઉપર રહેશે. તમારી પાસે ઘણા કામ રહેશે. સંબંધની દ્રષ્ટિએ બધુ સામાન્ય રહેશે. નજીકની વ્યક્તિ તમારી સલાહ લઈ શકે છે.

નેગેટિવ- તમારું કામ અટવાઈ શકે છે. મિત્ર અને ભાઈની મદદ ન મળવાથી મૂડ ખરાબ રહેશે. ભાગ્યનો સાથ તમને ઓછો મળશે. કામમાં લાપરવાહી કરવાથી ધનહાનિ થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. કામમાં મન લાગશે નહીં. સાવધાન રહેવું.

ફેમિલી- જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. કહ્યાં વગર પાર્ટનર તમારી વાત સમજી જશે.

લવ- પાર્ટનર સામે તમારી ભાવના વ્યક્ત કરશો.

કરિયર- પૈસાની બાબત ચિંતા વધારશે. બિઝનેસમાં અનિશ્ચિતતા રહેશે. વિદ્યાર્થીઓ માટે નકારાત્મક સમય છે.

હેલ્થ- જૂની બીમારી મુશ્કેલી વધારશે.

શું કરવું – શિવજીની ઉપાસના કરવી.

…………………….

મકર રાશિ –

પોઝિટિવ- આજે તમને મળનાર દરેક વ્યક્તિ સાથે વાત કરવા માટે ઉત્સુક રહેશો. તેમાં સંકોચ કરવો નહીં. પૈસા સાથે જોડાયેલું કામ પૂરું થશે. અટવાયેલું કામ પણ પૂરું થશે. તમે સારું બોલીને તમારું કામ કરાવી શકો છો. નોકરિયાતવર્ગ અને બિઝનેસ કરનાર સમજી વિચારીને બોલશે તો તેમને સફળતા મળશે. પરિવારના સંબંધોમાં સુધારો આવશે. તમારી કામ કરવાની રીતમાં બદલાવ કરો.

નેગેટિવ- કોઈ કામને સરળ સમજવું નહીં. તમારી સામે પડકારજનક સ્થિતિનું સર્જન થશે. તમારા માટે નિર્ણય કરવો મુશ્કેલ બનશે. તમે પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છો તેવું અનુભવશો. બીજાની વાત ધ્યાનથી સાંભળવી. વધતો ખર્ચ તમને પરેશાન કરી શકે છે.

ફેમિલી- જૂની સમસ્યા હલ થશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળશે.

લવ- તમારી ભાવનાને વ્યક્ત કરવા માટે સારો સમય છે.

કરિયર- બિઝનેસને લઈને ચિંતા રહેશે. ધીમે ધીમે બધુ ઠીક થઈ જશે. વિદ્યાર્થીઓ કોઈ સમસ્યામાં ફસાઈ શકે છે. મિત્રોની મદદ મળશે. આગળ વધવાની તક મળશે.

હેલ્થ- મૌસમી બીમારીથી મુશ્કેલી વધશે. ઈન્ફેક્શન થઈ શકે છે.

શું કરવું – ગાયને ઘાસ આપવું.

…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- પાર્ટનર પાસેથી પ્રેમની અપેક્ષા રહેશે. જીવનસાથી સાથે જૂની બાબતને લઈને વાતચીત થઈ શકે છે. મિત્ર સાથે સંબંધ મધુર બનશે. પરિવાર સાથે સંબંધો સારા બનશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામનું ફળ આગામી દિવસમાં મળી શકે છે. તમારા માટે દિવસ સામાન્ય રહેશે.

નેગેટિવ- મોટો નિર્ણય કરવા માટે સારો દિવસ નથી. પૈસાની બાબતમાં મૂંઝવણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. આળસના કારણે કામમાં મન લાગશે નહીં. પોતાની જાત ઉપર કાબૂ રાખવો.

ફેમિલી- જીવનસાથી સાથેની ગેરસમજને દૂર કરવાની કોશિશ કરશો. જીવનસાથી ઉપર ગુસ્સો કરવો નહીં.

લવ- લવ લાઈફમાં સંભાળવું. સંબંધો બગડે નહીં તે જોવું.

કરિયર- ધનલાભ થઈ શકે છે. દરેક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

હેલ્થ- સ્વાસ્થ્ય બગડી શકે છે.

શું કરવું – પાર્વતીજીને પ્રણામ કરવા.

…………………………….

મીન રાશિ –

પોઝિટિવ- આજે તમે વધારે ઉત્સુક રહેશો. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું. કોશિશ કરવાથી પૈસા સાથે જોડાયેલી બાબત ઉકેલાઈ જશે. લોકોની ઉપયોગી સલાહ મળી શકે છે. ખાસ વ્યક્તિઓ સાથે મનમાં રહેલી શંકા અંગે ચર્ચા કરી શકો છો. કામમાં સંયમ અને શાંતિ રાખવી. કામ ઉપર ધ્યાન આપવું. કરિયરમાં મોટા બદલાવ થઈ શકે છે.

નેગેટિવ- કોઈ મોટું કામ પૂરું કરવામાં તમને પરેશાની થશે. ભાગદોડ રહેશે. આજે જે નિર્ણય લેશો તે ખોટા સાબિત થઈ શકે છે. બીજાની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં. ધીરજ રાખવી. વાહનને સંભાળીને ચલાવવું. કોર્ટ-કચેરીની બાબતમાં મુશ્કેલી વધી શકે છે.

ફેમિલી- જીવનસાથી દ્વારા સુખ મળશે.

લવ- લવ લાઈફમાં ખુશીઓ મળશે. નવા લોકો સાથે સંબંધ બનશે.

કરિયર- નોકરિયાતવર્ગે આજે સંભાળીને રહેવું. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે.

શું કરવું – ભગવાન કાર્તિકેયને પ્રણામ કરવા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular