મેષ: આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ જણાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સરળતા થતાં કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ થાય.
સિંહ : દિવસ દરમિયાન આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. દેશ પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસ થાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
વૃશ્ચિક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મહત્ત્વના કામનો ઉકેલ આવતાં રાહત રહે. અગત્યના નિ ર્ણય લઈ શકાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
કુંભ : નોકરી-ધંધેજાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે. ખર્ચ જણાય.
મીન : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.