Tuesday, September 28, 2021
Home1 એપ્રિલથી કાર ખરીદવું મોંઘું થશે, ઓટો કંપનીઓએ કિંમત વધારી
Array

1 એપ્રિલથી કાર ખરીદવું મોંઘું થશે, ઓટો કંપનીઓએ કિંમત વધારી

નવી દિલ્હી: નવા નાણાકિય વર્ષના પહેલાં જ દિવસથી એટલે કે 1 એપ્રિલથી જ કાર ખરીદવાનું મોંઘુ થઈ જશે. કારણ કે ટાટા મોટર્સ અને જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા જેવી મોટી કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

ટાટા મોટર્સની કારમાં રૂ. 25,000 સુધીનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સની જે કારમાં વધારો થઈ શકે છે તેમાં ટિયોગા, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર મુખ્ય છે. ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, પડતર કિંમતમાં વધારો થવાથી અને અન્ય આર્થિક પરિસ્થિતિઓના કારણે કારની કિંમતમાં વધારો કરવો પડ્યો છે.

ભાવ વધારવાનું શું જણાવ્યું કારણ

ટાટા મોટર્સના પ્રેસિડન્ટ (પેસેન્જર વેહિકલ બિઝનેસ યૂનિટ) મયંક પારીકે જણાવ્યું કે, માર્કેટની પરિસ્થિતિમાં ફેરફાર થયા છે, ઈનપુટ કોસ્ટમાં વધારો થયો છે અને અન્ય આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે કારની કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. મયંક પારીકે કહ્યું કે, ટિયોગા, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર જેવી પ્રોડક્ટમાં ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ટાટા મોટર્સ હાલ નેનોથી લઈને પ્રીમિયન એસયુવી હેક્સા સુધીની કાર વેચે છે જેની કિંમત રૂ. 2.36 લાખથી રૂ. 18.37 લાખ સુધીની છે.

જેગુઆરની કાર પણ મોંઘી થશે

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા (જેએલઆર) પણ એપ્રિલથી તેમના અમુક મોડલની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે. જેએલઆર તેમના અમુક મોડલની કિંમતમાં 4 ટકાનો વધારો કરવાની છે. જોકે કંપની તેમના કયા મોડલમાં વધારો કરશે તે વિશે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીએ કિંમતમાં વધારો કરવાનું કારણ મોંઘવારી જણાવી છે.

આ પહેલાં Toyota Kirloskar Motors તેમના દરેક મોડલ્સની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કાચામાલની કિંમતમાં વધારો થયો હોવાથી પડતર કિંમત ખૂબ વધી ગઈ છે અને તેથી કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments