Wednesday, September 28, 2022
Home1 એપ્રિલથી ભારતીય રેલવેમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, મળશે રીફંડ
Array

1 એપ્રિલથી ભારતીય રેલવેમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, મળશે રીફંડ

- Advertisement -

ભારતીય રેલવેમાં ટ્રેનો મોડી પડે તે હવે એક સામાન્ય બાબત થઇ ગઇ છે. અહીં અવાર-નવાર ટ્રેનો મોડી પડે છે, પરંતુ તમને સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે તમારે 2 ટ્રેનમાં પ્રવાસ ખેડવાનો હોય અને પહેલી ટ્રેનના ચક્કરમાં બીજી ટ્રેન છૂટી જાય. લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે રેલવેએ આ મોટું પગલું ઉઠાવ્યું છે, જેમાં તમારે પહેલી ટ્રેન મોડી પડવાથી તમારી બીજી ટ્રેનના પૈસા આવશ્ય રિફંડ આપવામાં આવશે.

પીએનઆર નંબર પરથી મળે છે માહિતી

અહીં જણાવવાનું કે જ્યારે પણ તમે ટ્રેનની ટીકિટ બુક કરાવો છો તો તમને એક પીએનઆર નંબર મળે છે, જેનાથી તમે તમારી ટ્રેનના સ્ટેટસ અંગે જાણકારી મેળવી શકો છો. આ સાથે જ જો તમે બે ટ્રેનનું બુકિંગ કરાવો છો તો તો તમારી પાસે બે પીએનઆર નંબર હશે, પરંતુ હવે રેલવેએ 2 PNRને લિંક કરવાનુ સરળ બનાવી દીધુ છે. પછી તમે કોઈ પણ પદ્ધતિથી ટિકિટ બુક કરાવી હોય અને જો તમે પોતાના પીએનઆરને લિંક કરો છો તો તમે પહેલાની સરખામણીએ તાત્કાલિક રિફંડ મળી જશે.

1 એપ્રિલથી લાગુ થશે આ નિયમ

સરકાર 1 એપ્રિલ 2019થી આ નિયમ પર અમલ કરવા જઇ રહી છે. જો કોઈ વ્યક્તિ જેનું રીઝર્વેશન પછી તે કન્ફર્મ હોય કે નહીં, જો પ્રથમ ટ્રેન મોડી હોવાને પગલે, તેની બીજી ટ્રેન છૂટી જાય છે તો એવામાં ભારતીય રેલ, જે ટ્રેનથી તેણે પ્રવાસ ખેડ્યો છે, તે ટ્રેનના પૈસા રાખી લેશે અને છૂટેલી ટ્રેનના પૈસા પાછા આપી દેશે.

રીફંડ લેવા માટે જરૂરી શરતો

  • અહીં જણાવવાનું કે તમારી બંને ટિકિટમાં પેસેન્જરની સંપૂર્ણ વિગતો એક જેવી હોવી જોઈએ.
  • સરકારના આ નિયમ દરેક વર્ગના લોકો માટે માન્ય છે.
  • જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશન પરથી બીજી ટ્રેન પકડવાની છે, ટિકિટ ફક્ત આ સ્ટેશન પર કેન્સલ થશે.
  • અહીં જણાવવાનું કે જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશન પરથી બીજી ટ્રેન પકડવાની છે, બંને સ્ટેશન એક હોવા જોઈએ.

નવા રિફંડના નિયમ

અહીં જણાવવાનુ કે જો કોઈ સ્ટેશન પર રીફંડ મળતુ નથી તો તમારા દ્વારા ભરવામાં આવેલુ TDR, 3 દિવસ માટે માન્ય રહેશે. આ સાથે જ તમારા રીફંડના બધા પૈસા તમને CCM અથવા રીફંડ ઑફિસ પરથી મળી જશે. બીજી તરફ જો તમે ઑફલાઇન ટિકિટનું બુકિંગ કરાવ્યુ છે તો તમારે પહેલી ટ્રેન આવવાના વાસ્તવિક ટાઇમના 3 કલાકની અંદર તમે બીજી ટ્રેનને કેન્સલ કરાવી શકો છો અને તમારે રીફંડના પૈસા તમારા કાઉન્ટર પર જ મળી જશે. આ સાથે જ જો તમે ટિકિટ ઑનલાઈન બુકિંગ કરાવી છે તો જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશન પરથી બીજી ટ્રેન પકડવાની છે એવા સ્ટેશન પર TDR ભરવુ પડશે, ત્યારબાદ તમને આખુ રીફંડ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular