1 ઓગસ્ટનું રાશિફળ

0
48

મેષ રાશિ –

પોઝિટિવ – અત્યારસુધી આપને લાગ્યું હશે કે નસીબ સાથ નથી આપી રહ્યું પરંતુ, આ સમયે તમને નસીબનો પુરતો સહયોગ મળશે. રોકાયેલા અને ખોરંભે ચઢેલા કામો પણ પૂર્ણ થશે.

નેગેટિવ – કામકાજમાં સાવધાની રાખવાની જરૂર જણાય. લેવડ દેવડ અને આર્થિક બાબતોમાં સાવધાન રહેવાની જરૂર જણાય. તમારા શત્રુઓ તમારી પ્રતિષ્ઠા અને પદને નુકશાન પહોંચાડવા માટે કાર્ય કરશે. તેથી વિરોધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર જણાય. કામમાં સાવધાની રાખવી.

લકી કલર: લાલ
લકી નંબર: 4

લવ – પરિવાર સાથે સંબંધોમાં તણાવ અનુભવાશે. કોઈ મિત્ર થકી આવી રહેલી પરેશાની તમારા જીવનમાં દખલ કરી શકે છે.

કરિયર – જે લોકો મહેનત કરશે તેમને કાર્યસ્થળે સન્માન મળશે. પ્રગતિ અથવા કામમાં મોટી જવાબદારી મળવાની શક્યતા છે. નસીબનો પણ તમને સાથ મળશે.

હેલ્થ – સ્વાસ્થ્ય સાધારણ રહેશે. માનસિક સ્થિતિ અસ્થિર રહી શકે છે. સાંધાને લગતી સમસ્યા આવી શકે છે.

————-

વૃષભ રાશિ –

પોઝિટિવ – થોડા સમય પહેલાં થયેલા આર્થિક નુકશાનની ભરપાઈ થઈ શકે છે. નજીકના સ્થળે ફરવા માટે આયોજન કરી શકો છો. પ્રવાસ દરમિયાન ખોટા ખર્ચા કરવાનું ટાળો.

નેગેટિવ – તમારી એકાગ્રતા તૂટી શકે છે. કામકાજમાં મન ન પણ લાગે. કામમાં અડચણ આવી શકે છે. સંપત્તિની લેવડ દેવડમાં સાવધાની રાખવી. કાનૂની પ્રક્રિયામાં સપડાઈ શકો છો.

લકી કલર: લીલો
લકી નંબર: 2

લવ – તમારી કોઈ નજીકની વ્યક્તિ ખાસ માર્ગદર્શક બની શકે છે. કોઈ પરિવારજન અથવા નજીકનો મિત્ર હોઈ શકે છે. રોમેન્ટિક લાઈફ સારી રહેશે.

કરિયર – વિવેક બુદ્ધિથી આર્થિક રોકાણ કરશો તો તમારા માટે ફાયદાકારક બની રહેશે. વડીલોપાર્જિત સંપત્તિથી પણ તમને લાભ થઈ શકે છે.

હેલ્થ – તમારા સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. ઘૂંટણના દર્દનો સામનો કરવો પડી શકે છે. પાણી પીવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર જણાય.

———-

મિથુન રાશિ –

પોઝિટિવ – શેર માર્કેટ, એકાઉન્ટ, ફાઈનાન્સ સેક્ટર અને રાજનીતિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય સારો છે. આવકમાં વૃદ્ધિ થવાના સંકેત છે. પરિવાર માટે પણ સમય સારો છે. મિત્રો પાસેથી પણ પુરતો સહયોગ મળશે.

નેગેટિવ – કોઈ વાતને લઈને પોતાની જાતને જવાબદાર ગણાવી શકો છો જેનાથી પશ્ચાત્તાપ કરવો પડે. આ સમયે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાની જરૂર છે.

લકી કલર: પીળો
લકી નંબર: 8

લવ – કુંવારા લોકો જે પોતાના જીવનમાં કોઈના આવવાની રાહ જોતા હતા તેમના માટે આ સારો સમય છે. પ્રેમસંબંધમાં બંધાવાના સારા સંકેત છે.

કરિયર – મનમાં અનેક વિચારો આવશે જે તમારા માટે સામંજસ્ય ઊભું કરી શકે છે. કોઈ વાતમાં નિર્ણય લેવા માટે મુશ્કેલી જણાય. કોઈને પ્રોમીશ કરવી નહીં જેના કારણે પાછળથી પસ્તાવું પડે.

હેલ્થ – પેટ સંબંધિત સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને ખર્ચ વધી શકે છે.

———

કર્ક રાશિ –

પોઝિટિવ – લાંબા સમયથી ક્યાંક નાણાં ફસાયેલા હશે તો પ્રયત્ન કરવા પર તેને પાછા મેળવવામાં સફળતા મળશે. કાર્યસ્થળે પણ તમારા માટે સમય સાનુકૂળ રહેશે. લાંબા પ્રવાસનું પણ આયોજન કરી શકો છો.

નેગેટિવ – કોઈ કાનૂની ગૂંચવણ આવી શકે છે. તમારા કામ ઉપર નજર રાખો. કોઈપણ પ્રકારનું આર્થિક રોકાણ કરવાનું ટાળો. ઘરનો માહોલ થોડો અશાંત લાગશે.

લકી કલર: વાદળી
લકી નંબર: 7

લવ – રોમેન્ટિક જીવનમાં ચાલી રહેલી અશાંતિ દૂર થવાના સંકેત છે.

કરિયર – આર્થિક રીતે સમૃદ્ધ થવાના સંકેત છે. કામના સ્થળે પણ તમે પ્રગતિના પગથિયા ચડશો. રચનાત્મક ફિલ્ડ સાથે સંકળાયેલા જાતકો માટે સમય સારો છે.

હેલ્થ – તમારા જીવનમાં સકારાત્મક રહેશો. સારા સ્વાસ્થ્યનો લાભ ઉઠાવી શકો છો.

———-

સિંહ રાશિ –

પોઝિટિવ – તમારા માટે શુભ સંકેત દેખાશે. કેટલીક મોટી સમસ્યાઓ સામે આવી હતી તે પણ ગાયબ થતી જણાશે. નામના મેળવવા અને પ્રસિદ્ધિ મેળવવાના દ્વાર ખુલશે. પગારમાં પણ વધારો થશે. પ્રવાસના પણ સંકેત છે.

નેગેટિવ – પ્રવાસ ખેડતી વખતે સાવધાની રાખવાની જરૂરિયાત જણાશે. લાંબી મુસાફરીમાં વાહન ચલાવવાનું ટાળો. કામના સ્થળે પણ એકાગ્રતા રાખવી પડશે. કામકાજમાં લાપરવાહી રાખશો તો નુકશાની સહન કરવી પડશે.

લકી કલર: ગુલાબી
લકી નંબર: 3

લવ – રોમેન્ટિક લાઈફમાં પાર્ટનર સાથે સંબંધો તણાવપૂર્ણ રહી શકે છે. સંતાનો પ્રત્યે ચિંતા વધશે.

કરિયર – કરિયરમાં લાભ થશે. વિદેશમાં ધંધો વિસ્તારવા માંગતા લોકો માટે સમય સારો છે.

હેલ્થ – માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. એક જ સમસ્યા બીજી ચિંતા વધારી શકે છે.

——–

કન્યા રાશિ –

પોઝિટિવ – આજે તમને નસીબનો સાથ મળશે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ બની શકે છે. સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ જાતકો માટે સમય અનુકૂળ રહેશે. નામના સાથે પ્રસિદ્ધિ પણ મળશે.

નેગેટિવ – નોકરીમાં સુરક્ષાની ભાવના વધશે. કોઈ નવા સ્થળે નાણાં રોકવા માંગતા હોય તો નુકશાન થઈ શકે છે.

લકી કલર: આસમાની
લકી નંબર: 9

લવ – રોમેન્ટિક લાઈફમાં પાર્ટનર સાથેના સંબંધો મધુર બનશે. નવા મિત્રો પણ તમને મળી શકે છે.

કરિયર – આ સમયે કોઈ મુસાફરી કરતા હોય તો સાવધાન રહેવું. ખાસ કરીને વાહન ચલાવતી વખતે કાળજી રાખવી. સંગ્રહિત ધનમાં પણ ઘટાડો થઈ શકે છે. બચતનો પ્રયાસ પણ કારગત નહીં રહે.

હેલ્થ – આ સમયે તમને રાહતનો અનુભવ થશે. હરીફ, દુશ્મનો તરફથી જે દબાણ હતું તેમાં ઘટાડો થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

——-

તુલા રાશિ –

પોઝિટિવ – બિલ્ડર અથવા પ્રોપર્ટીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સારો સમય છે. નોકરી કરતા લોકોને પ્રગતિ થવાના અણસાર છે. પ્રોપર્ટીમાં પણ આર્થિક લાભ થવાના અણસાર છે.

નેગેટિવ – આ સમય તમારા માટે મહેતન કરવાનો છે. નવી જવાબદારી સાથે કામગીરી પણ વધી શકે છે. આ સમયે તમારા વાણી વર્તન ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ એવી વાત ન કરવી જેથી સામેવાળી વ્યક્તિને તેનાથી દુઃખ પહોંચે.

લકી કલર: ક્રિમી
લકી નંબર: 6

લવ – પ્રેમ તમારા જીવનમાં ખુશી લાવશે. દાંપત્યજીવનમાં ચાલતી ખટપટમાંથી મુક્તિ મળશે. પરિવારમાં શાંતિનો માહોલ બની રહેશે. કુંવારા લોકો માટે લગ્નનો યોગ બની શકે છે.

કરિયર – પ્રોપર્ટી લે-વેચ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. કામના સ્થળે તમારી જવાબદારીમાં ફેરફાર થઈ શકે છે.

હેલ્થ – તમારા હરીફો ઉપર જે પકડ જમાવી રાખી હતી તે આ સમયે ઓછી થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.

——-

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ – અનઅપેક્ષિત ક્ષેત્રમાંથી લાભ થવાના સંકેત છે. વડીલોપાર્જિત સંપતિથી પણ લાભ થઈ શકે છે. સામાજિજ સ્તરે તમારા સંબંધોમાં વધુ મજબૂતિ આવશે. કામના સ્થળે તમારા હરીફથી આગળ નીકળી જશો.

નેગેટિવ – કોઈ ભ્રમ તમને સતાવી શકે છે. કોઈ ખોટી સંગતમાં આવી શકો છો. બને ત્યાં સુધી તેનાથી દૂર રહો. કામનું દબાણ વધી શકે છે. પૂર્ણ થવા આવેલું કામ અટકતાં પરેશાની વધી શકે છે.

લકી કલર: લીલો
લકી નંબર: 8

લવ – દાંપત્ય જીવન માટે સમય સારો છે. કુંવારા લોકો માટે લગ્નનો યોગ બને છે. અંગત જીવનમાં પણ સુખ શાંતિ રહેશે.

કરિયર – કોઈ કામમાં સફળતાની જે આશા તમને બંધાયેલી હતી તેમાં કદાચ વધુ રાહ જોવી પડે.

હેલ્થ – સ્વાસ્થ્યને લઈને થોડું સાવધાન રહેવાની જરૂર જણાય. પેટ સંબંધિત રોગોનો સમાનો કરવો પડી શકે છે. ચીડિયાપણું પણ આવી શકે છે.

———

ધન રાશિ –

પોઝિટિવ – સુખ સુવિધાઓથી તમારું જીવન સમૃદ્ધ થવાના સંકેત છે. નવું ઘર અથવા કાર ખરીદવા ઈચ્છતા જાતકોને સફળતા મળશે.

નેગેટિવ – આ સમય તમારા હરીફોથી સાવધાન રહેવા માટેનો છે. કોઈ કાનુની કામકાજમાં સપડાય શકો છો. પારિવારિક વિવાદનો પણ ભોગ બની શકો છો.

લકી કલર: લાલ
લકી નંબર: 1

લવ – લગ્નજીવનમાં પાર્ટનરનો સહયોગ મળવાથી જીવન મધુર બનશે. પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કરિયર – આર્થિક સમસ્યાના નિવારણ માટે તમારા ખર્ચ ઉપર નિયંત્ર કરવાની જરૂર જણાય. વિદેશ જવા ઈચ્છતા જાતકો માટે આ સમય અનુકૂળ છે.

હેલ્થ – પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ સર્જરી કરાવવાનો પણ સમય આવી શકે છે.

——–

મકર રાશિ –

પોઝિટિવ – ધનલાભ થવાના સંકેત છે. ઉધાર આપેલા નાણા ડૂબી ગયા હોવાનું વિચારતા હોય તો ફરી પ્રયત્ન કરો, પાછા મળી શકે છે. આત્મબળ જળવાઈ રહેશે. પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે.

નેગેટિવ – આ સમયે તમારી પ્રતિષ્ઠા, સન્માન જાળવી રાખવા થોડી મહેનત કરવી પડશે. તમારા સન્માનને દુઃખ પહોંચે તેવા પ્રયત્નો પ્રતિસ્પર્ધીઓ કરી શકે છે. નોકરી કરતા જાતકો નોકરીના સ્થળે સાવધાન રહે. ખાસ કરીને ઈર્શાળુ લોકોથી દૂર રહેવું.

લકી કલર: સફેદ
લકી નંબર: 7

લવ – તમારા વિવેક અને સુઝબુઝના કારણે લોકો પ્રભાવિત થશે.

કરિયર – આર્થિક પરિસ્થિતિ કમજોર થઈ શકે છે. નોકરી કરતા લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકશાની પણ આવી શકે છે. આર્થિક રોકાણ કરતા પહેલાં તેના જોખમ અંગે વિચારી લેવું.

હેલ્થ – સ્વાસ્થ્ય સારું રહેશે. નસીબ પણ સાથ આપશે. સ્વાસ્થ્યની મોટી સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

———

કુંભ રાશિ –

પોઝિટિવ – આર્થિક રોકાણ કરવા માટે આ સમય યોગ્ય છે. વિદેશ યાત્રા કરવા ઈચ્છતા જાતકો માટે પણ સમય યોગ્ય છે. કામકાજના દબાણ વચ્ચે શાંતિનો અનુભવ કદાચ નહીં થાય.

નેગેટિવ – કોઈ તમારું પોતાનું જ તમારા માટે આફત બની શકે છે. પ્રવાસનો સંકેત પણ તમારા માટે દેખાઈ રહ્યો છો. પ્રવાસ કરતા હોય તો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ સમયે તમારો ઉત્સાહ પણ બેવડાશે.

લકી કલર: ખાખી
લકી નંબર: 2

લવ – તમારા સુખી જીવન ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તેવું અનુભવાશે. વધુ પડતો દેખાડો કરવાનું ટાળો નહીં તો પરિસ્થિતિ વિકટ બની શકે છે.

કરિયર – નિર્ણય લેવાની ક્ષમતા ઘટી શકે છે અને તમને દુવિધામાં પણ મુકી શકે છે. કોઈ મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં વિચાર વિમર્શ કરી લેવો. જરૂર જણાય તો કોઈ વડીલની સલાહ પણ લેવી.

હેલ્થ – જૂની બિમારીઓમાંથી છૂટકારો મળશે જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

——–

મીન રાશિ –

પોઝિટિવ – તમે કોઈ મુદ્દે નિર્ણય નથી લઈ શકતા અથવા કોઈ સૂઝ નથી પડતી તો આ સમયે તેની સ્પષ્ટતા થઈ જશે.

નેગેટિવ – પરિસ્થિતિ સામાન્ય થતાં થોડો સમય લાગશે. આકસ્મિક ખર્ચ થવાના પણ યોગ છે. જોખમ લાગે ત્યાં આર્થિક રોકાણ કરવું નહીં. સટ્ટા માર્કેટથી દૂર રહો.

લકી કલર: પીળો
લકી નંબર: 5

લવ – સમય સાથે ગ્રહો બદલાતા તમારા જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે.

કરિયર – જેમ જેમ તમે પ્રગતિ કરશો તેમ તેમ તમારા દુશ્મનો પણ વધતા જશે. દુશ્મનો તમારા રસ્તામાં અડચણ લાવી શકે છે તેથી સાવધાન રહેવાની જરૂર જણાય.

હેલ્થ – સ્વાસ્થ્ય તમારો સાથ ન આપે તેવું બની શકે. માનસિક અસ્વસ્થતા અનુભવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here