1 માર્ચથી બંધ થઇ જશે Wallet Account, જાણો શું છે કારણ?

0
30

1 માર્ચથી આપનું મોબાઇલ વોલેટ ખાતું બંધ થવા જઇ રહેલ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)નાં નિયમો અનુસાર દેશભરમાં કાર્યરત 95 ટકા મોબાઇલ વોલેટ બંધ થઇ જશે. આનાંથી લોકોને આવાં ખાતાઓનાં વ્યવહાર બંધ થઇ જશે.
28 ફેબ્રુઆરી છે અંતિમ તારીખઃ
દેશભરમાં કાર્યરત તમામ મોબાઇલ કંપીનીઓને 28 ફેબ્રુઆરી સુધી પોતાનાં ગ્રાહકોની કેવાઇસી પૂર્ણ કરવાની છે. જો કે હજી સુધી મોટે ભાગની કંપનીઓએ પોતાની કેવાઇસી પૂર્ણ નથી કરેલ. એવામાં 1 માર્ચથી આ મોબાઇલ વોલેટનાં બંધ થવાનો ખતરો યથાવત થઇ ગયેલ છે.
મળી આટલી રાહતઃ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ મોબાઇલ વોલેટ યુઝર્સને મોટી રાહત આપતા જણાવ્યું કે, 28 ફેબ્રુઆરી બાદ પણ તેઓનાં વોલેટમાં પડેલું બેલેન્સ ખતમ નહીં થાય. આ સાથે જ વોલેટમાં પડેલાં પૈસાનો ઉપયોગ સામાન ખરીદવામાં પણ ઉપયોગ કરી શકશે. પૈસાને તેઓ પોતાનાં બેંક એકાઉન્ટમાં મોકલી શકશે.

કેવાઇસી વગર વોલેટમાં પૈસા નહીં થાય લોડઃ
RBIએ જણાવ્યું કે, ગ્રાહક 1 માર્ચથી વગર કેવાઇસીએ વોલેટમાં પૈસા નહીં નાખી શકે. આ સાથે જ કોઇને પણ પૈસા મોકલી નહીં શકાય. RBIનાં સખ્ત દિશાનિર્દેશોને ધ્યાને રાખીને આવું થતું જોવા મળી રહ્યું છે. RBIની તમામ મોબાઇલ વોલેટ કંપનીઓને નિર્દેશ છે કે તેઓ પોતાનાં યૂઝર્સની બેસિક કેવાઇસી પ્રક્રિયાને પૂર્ણ કરી લે.

જાણો દેશભરમાં કઇ છે મુખ્ય મોબાઇલ વોલેટ કંપનીઓઃ
દેશભરમાં Paytm, મોબીક્વિક, એસબીઆઇ યોનો, એચડીએફસી પૈજેપ, એમ-પૈસા, એરટેલ મની, ચિલ્લર, અમેઝોન પે, ફોન પે જેવી મુખ્ય મોબાઇલ વોલેટ કંપનીઓ આવેલી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here