ગુજરાત : 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર જમા કરાવવામાં આવ્યા : અશ્વિની કુમાર

0
5

મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સતત ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક કરવામાં આવી છે. દરેક જિલ્લામાં માઇક્રો પ્લાનિંગને વધુ ધારદાર બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમ અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા

રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે.  રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. પાંચ દર્દીઓને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

કુલ દર્દી 2272, 95ના મોત અને 144 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1434 57 56
વડોદરા 207 07 08
સુરત 364 12 11
રાજકોટ 41 00 12
ભાવનગર 32 05 16
આણંદ 28 02 04
ભરૂચ 24 03 03
ગાંધીનગર 17 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 15 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 06 01 00
મહેસાણા 07 00 02
બોટાદ 09 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 03 00 00
અરવલ્લી 17 01 00
તાપી 01 00 00
વલસાડ 03 00 00
નવસારી 01 00 00
કુલ 2272 95 144

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here