અમેરિકાના કેલિફોર્નિયામાં આગથી 1.2 લાખ એકર જંગલ તબાહ, કટોકટી લાદી દેવાઇ, વીજ પુરવઠો ખોરવાતા 15 લાખ લોકો અંધારામાં

0
0

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જારી કર્યું છે. 30થી વધુ સ્થળોએ આગથી 20 હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે 15 લાખ લોકો અંધારામાં રહે છે.

નોર્થ સાન ફ્રાન્સિસ્કોમાં સોનામા અને નાપા કાઉન્ટીમાંથી લોકોને અન્યત્ર ખસેડાયા છે, જ્યાં ડઝનબંધ મકાનો સંપૂર્ણપણે બળી ચૂક્યાં છે. ગવર્નર ગેવિન ન્યૂસમે રાજ્યમાં કટોકટી લાદી દીધી છે. તેમણે આગામી 48 કલાક એલર્ટ રહેવા કહ્યું છે. લોસ એન્જેલ્સના મેયરના જણાવ્યાનુસાર ફાયરકર્મીઓ આગ બુઝાવવા મથી રહ્યા છે. એર ટેન્કર્સ દ્વારા પણ કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વિમાન દ્વારા આગ બૂઝાવવાની કામગીરી.
(વિમાન દ્વારા આગ બૂઝાવવાની કામગીરી.)

 

ઓગસ્ટ સુધીમાં આગની 5 હજારથી વધુ ઘટનાઓ

કેલિફોર્નિયા ફાયર વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે કેલિફોર્નિયાનાં જંગલોમાં આગના 5,672 બનાવ બન્યા છે, જેમાં 2.04 લાખ એકર જંગલ નષ્ટ થઇ ચૂક્યું છે. 78 મોટાં મકાનો-ઘરોને નુકસાન થયું છે. ગત વર્ષે કેલિફોર્નિયામાં 85 વર્ષની સૌથી ભીષણ આગ લાગી હતી, જેમાં 31 લોકોનાં મોત થયાં હતાં અને સંખ્યાબંધ લોકો લાપતા થયા હતા. ગત વર્ષે આગના 7,860 બનાવ બન્યા, જેમાં 2.59 લાખ એકર જંગલ ખાક થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here