Tuesday, December 7, 2021
Home1.5 રૂપિયાની આ દવા કોરોના દર્દીઓ માટે લાભદાયી, મોતના ખતરાને કરે છે...
Array

1.5 રૂપિયાની આ દવા કોરોના દર્દીઓ માટે લાભદાયી, મોતના ખતરાને કરે છે ઓછો

અમેરિકાના મિન્નેસોટા યુનિવર્સિટીના રિસર્ચર્સનું પણ કહેવું છે કે, મેટફોરમિન દવા કોરોના દર્દીઓના મોતના ખતરાને ઓછો કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ (Diabetic patient) માટે ઉપયોગમાં આવનારી એક સસ્તી દવા Metforminથી કોરોના દર્દીઓને લાભ મળી શકે છે. ચીનના વુહાનના ડોક્ટરોએ (Doctors,Wuhan, China) કેટલાક કેસ સ્ટડીના આધારે આ વાત જણાવી હતી. જ્યારે અમેરિકાના મિન્નેસોટા યુનિવર્સિટીના (University of Minnesota) રિસર્ચર્સનું પણ કહેવું છે કે, મેટફોરમિન દવા કોરોના દર્દીઓના મોતના ખતરાને ઓછો કરી શકે છે. મિન્નેસોટા યુનિવર્સિટીના આશરે 6 હજાર દર્દીઓ ઉપર સ્ટડી કરી હતી.

ધ સનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બ્રિટેનના પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ પહેલાથી જ આ દવાનો ઉપયોગ કરી રહી છે. ડાયાબિટીસની સાથે સાથે બ્રેસ્ટ કેન્સર અને હાર્ટની બિમારીઓમાં પમ આ દવાથી લાભ થવાની વાત જણાવી હતી.

આ દવા ખૂબ જ સસ્તી છે. ભારતમાં Metformin 500 mgની એક ટેબલેટની કિંમત 1.5 રૂપિયા છે. ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે 1950ના દાયકાથી આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

વુહાનના ડોક્ટરોએ તાજેતરમાં પોતાની સ્ટડી પ્રકાશિત કરી હતી જેમાં કહ્યું હતું કે, ડાયાબિટીસથી પીડિત જે લોકો કોરોના સંક્રમિત થયા છે અને Metformin દવા લઈ રહ્યા છે તેમનામાં મૃત્યુદર આ દવા નહીં લેનારા ડાયાબિટીસના દર્દીઓની તુલનામાં ઓછો છે.

ડોક્ટરોએ કોરોનાના ગંભીર રૂપથી બીમાર પડેલા 104 દર્દીઓના ડેટાનો અભ્યા કર્યો જેમણે Metformin દવા લીધી હતી. આ દર્દીઓના ડેટાની તુલના 179 અને ગંભીર દર્દીઓ સાથે કરી હતી. આ દરમિયાન ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, જે દર્દીઓ સાથે તુલના કરવામાં આવી રહી છે તેમની ઉંમર અને લિંગના હોય.

સ્ટડી દરમિયાન વુહાનના ડોક્ટરોએ જાણ્યું કે Metformin લેનારા માત્ર 3 દર્દીઓના મોત થયા છે જ્યારે ગંભીર 22 કોરોના દર્દીઓના મોત થયા હતા જેમણે આ દવા લીધી ન હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments