Tuesday, September 21, 2021
Home1.50 કરોડ ટર્નઓવર ધરાવતા વેપારીને કમ્પોઝિશનનો લાભ
Array

1.50 કરોડ ટર્નઓવર ધરાવતા વેપારીને કમ્પોઝિશનનો લાભ

સરકારે નાના વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડરોને 1 એપ્રિલથી 2019 જીએસટીમાં કમ્પોઝિશન સ્કીમનો લાભ આપ્યો છે. 1 એપ્રિલ 2019 પછી જે વેપારીનું ટર્નઓવર ગત વર્ષે રૂ. 1.50 નીચે હોય તેવા વેપારી વેચાણ પર 1 ટકો જીએસટી ભરીને કમ્પોઝિશન સ્કીમમાં જઇ શકશે.

કમ્પોઝિશન સ્કીમમાં જતા નાના વેપારીઓને રેર્કોડ રાખવાની કે તેને મેઇન્ટેન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. આ વેપારીઓએ પોતાના વેચાણ પર 1 ટકો ટેક્સ ભરીને ત્રિમાસિક એક જ રિટર્ન ભરવાનું રહેશે.
સરકારે જે સર્વિસ પ્રોવાઈડરો માલ સામાન સાથે સર્વિસ આપવાનું કામ કરે છે તેવા નાના વેપારીઓ જો તેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.50 લાખથી નીચે હોય તેવા વેપારીઓને પણ જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં જઇને અને રૂ. 50 લાખના ટર્નઓવરમાં વાર્ષીક 6 ટકા ટેક્સ ભરવાનો રહેશે.
કમ્પોઝિશનમાં જતા દરેક વેપારીઓએ આ માટેનું ઓપ્શન 31 માર્ચ 2019 પહેલા આપી દેવાનું રહેશે. જે કરદાતાઓ કમ્પોઝિશન સ્કીમમાં જવા માંગતા હોય તેવા વેપારીઓએ હાથ પર રહેલા સ્ટોક પર લાગેલા આઇટીસી રિવર્સ કરી જીએસટી કમ્પોઝિશન સ્કીમમાં જઇ શકશે. કમ્પોઝિશનમાં જતા વેપારીઓને ખરીદી પર આઇટીસી નહીં મળે અને વેચાણ બીલ પર અલગથી જીએસટી ચાર્જ નહીં ભરવો પડે.
સીબીઆઇસી બોર્ડે 1 એપ્રિલ 2019થી 30 જૂન 2019 સુધીના જીએસટીઆર-1 રિટર્ન ભરવાની તારીખો જાહેર કરી છે. નવા નાણાકીય વર્ષથી જે વેપારીનું ટર્નઓવર રૂ. 1.50 કરોડથી નીચે હોય તેવા વેપારી ત્રિમાસિક રિટર્નનું ઓપ્શન લઇ શકશે. આ વેપારીઓએ 1 એપ્રિલથી 30જૂન 2019 સુધીનું રિટર્ન 31 જુલાઇ 2019 સુધીમાં ફાઇલ કરવું પડશે. રૂ.1.50 કરોડથી વધારે વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ દર મહિનાની 11 સુધીમાં માસિક રિટર્ન ફાઇલ કરવાનું રહેશે.
વધારામાં વેપારીઓએ વર્ષ 2017-18નું રિટર્ન જીએસટીઆર-9નું વાર્ષિક રિટર્ન 30 જૂન 2019 સુધીમાં ફાઇલ કરવું પડશે. સરકારે જીએસટીઆર-3બી રિટર્ન દર મહિનાની 20 સુધીમાં ભરવાનું રહેશે. સરકારે 1 એપ્રિલ 2019 થી ત્રિમાસિક રિટર્નના ઓપ્શનમાં જતા વેપારીઓ માટે સહજ અને સુગમ નામનું રિટર્ન ફોર્મેટ ઓનલાઇન મૂક્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments