સુરત : કતારગામમાંથી બંધ મકાનનું તાળુ તોડીને 1.50 લાખની ચોરી કરાઈ

0
13

કતારગામ વિસ્તારમાં રહેતા કલર કોન્ટ્રાકટરના ઘરમાંથી ચોરી થઈ છે. બંધ ઘરમાંથી બપોરના સમયે ત્રાટકેલા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને બેડરૂમના કબાટમાંથી 1.30 લાખના દાગીના અને રોકડા મળીને કુલ 1.50 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં. આ અંગે ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારના સભ્યો ખરીદીમાં ગયા ત્યારે ચોરી

મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં કતારગામ તિરૂપતિ સોસાયટી શ્યામવિલા એપાર્ટમેન્ટ ઘર નં.301 માં રહેતા કલર કોન્ટ્રાકટર 40 વર્ષીય અશોકભાઇ રાજારામના પિતા વતનમાં બિમાર હોય તે વતન જવાના હોવાથી બપોરે મુખ્ય દરવાજાને તાળું મારી પત્ની, પુત્રી અને બહેન સાથે ખરીદી માટે ગયા હતા. ખરીદી કરી ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરના બેડરૂમમાં મુકેલો કબાટ ખુલ્લો હતો.

પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા

તસ્કરોએ મહારાષ્ટ્રીયન પરિવારના બંધ મકાનમાં ચોરી કરી હતી. જેમાં બેડરૂમમાં રહેલા કબાટના લોકરનું લોક તોડી ચોર 1.20 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા મળી કુલ 1.50 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. આ અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સ્થાનિકોએ દિવાળી સમયે થતી ચોરી અંગે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here