Categories
કોરોના અપડેટ ગુજરાત

ગુજરાત : રાજ્યમાં કોરોનાના 1.78 લાખ ટેસ્ટ થયા, જેમાં 13 હજાર 669 પોઝિટિવ, અમદાવાદમાં કેસનો આંકડો 10 હજારને પાર

ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જેમાંથી હાલમાં 73 વેન્ટિલેટર પર, 6598ની હાલત સ્થિર, 6169 ડિસ્ચાર્જ થયા છે. તો બીજીતરફ અમદાવાદની સ્થિતી ખૂબજ ખરાબ છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 10001ને પાર થયો છે. રાજ્યના કુલ મોત 829માંથી 80 ટકા મોત એટલે કે 669 મોત માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યમાં કુલ 6,169 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 396 કેસ નોઁધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે, તો 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 13,669 જ્યારે મૃત્યુઆંક 829એ પહોંચ્યો છે. રાજ્યમાં 6,169 દર્દીઓને અત્યારસુધીમાં રજા આપવામાં આવી છે.

છેલ્લા 25 દિવસથી રાજ્યમાં 300થી વધુ કેસ અને 24 દિવસ અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)

 

કુલ 13,669 દર્દી, 828ના મોત અને 6169 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

 

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 10001 669 3864
સુરત 1285 60 878
વડોદરા 806 35 490
ગાંધીનગર 210 10 113
ભાવનગર 114 8 88
બનાસકાંઠા 99 4 78
આણંદ 90 9 75
અરવલ્લી 98 3 77
રાજકોટ 87 2 55
મહેસાણા 99 4 54
પંચમહાલ 72 6 63
બોટાદ 56 1 54
મહીસાગર 79 1 40
પાટણ 71 4 29
ખેડા 59 3 29
સાબરકાંઠા 63 3 20
જામનગર 46 2 31
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 12
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 44 0 3
છોટાઉદેપુર 22 0 17
વલસાડ 18 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 26 0 4
નવસારી 15 0 8
પોરબંદર 6 0 4
સુરેન્દ્રનગર 23 0 3
મોરબી 3 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 4 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 13,669 829 6169

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *